મા કાર્ડની સહાયનો અમલ અમદાવામાં નહી થાય, ગ્યાસુદ્દીન શેખે કહ્યું- સરકાર મર્યાદાની રકમ વધારે


Updated: May 14, 2021, 11:59 PM IST
મા કાર્ડની સહાયનો અમલ અમદાવામાં નહી થાય, ગ્યાસુદ્દીન શેખે કહ્યું- સરકાર મર્યાદાની રકમ વધારે

  • Share this:
અમદાવાદ: કોરોના કેસોમાં ગુજરાત સહિત રાજ્યના અનેલ જિલ્લામાં કહેર જોવા મળી રહ્યો છે તેવામાં સરકાર દ્વારા મધ્યમ વર્ગીય લોક અને ગરીબ વર્ગના લોકો માટે પીએમ જન આરોગ્ય , મુખ્યમંત્રી અમૃતમ,  મા વાત્સલ્ય કાર્ડ ધારકોને કોવિડ-19 મહામારીમાં દર્દીને પ્રતિદિન પાંચ હજાર અને દસ દિવસમાં ૫૦ હજાર રૂપિયા સુધીનો સારવાર ખર્ચે સરકાર આપશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસો પ્રમુખ ડો ભરત ગઢવી અને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યસુદ્દીન શેખે આ સરકારના આ પરિપત્રનો વિરોધ કર્યો હતો.

સરકારી પરિપત્રનો અમલ અમદાવની એક પણ હોસ્પિટલ નહી કરે: ડો. ભરત ગઢવી
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા અને શહેરમાં આ યોજના અમલ કરવા પરિપત્ર જાહેર કરાયો છે . જેને લઇ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસો પ્રમુખ ડો ભરત ગઢવીએ સરકાર પરિપત્ર પર નિવેદન આપતા કહ્યું હતું કે, આ પરિપત્રનો અમદાવાદ એક પણ હોસ્પિટલ અમલ નહી કરે . આ યોજના અંતર્ગત જાહેર કરાયેલ રકમ ખાનગી હોસ્પિટલોનો પોશાય તેમ નથી. જે પણ દર નક્કી કરાયા છે તેમાં સરકાર પોતાના નોલેજનો ઉપયોગ કર્યો નથી.

હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસો પ્રમુખ ડો ભરત ગઢવી


આઇ.સી.યુ વિથ વેન્ટિલર માટે એએમસી 21 હજાર ચાર્જ નક્કી કરાયો છે . સરકારે માત્ર 5 હજાર આઇ.સી.યુ વેન્ટિલર માટે જાહેર કર્યા છે. આ રકમ પોશાય નહી.

વધુ ડો ગઢવીએ જણાવ્યુ હતુ કે ,મા વાત્સલ્ય અને અમૃતમ કાર્ડ યોજના અંતર્ગત હોસ્પિટલ એક પણ રૂપિયો વધારો લઇ શકે તેમ નથી.  મન ફાવે તેમ સરકાર ભાવ નક્કી ન કરવા જોઇએ.  સરકાર તાત્કાલિક આ પરિપત્ર પાછો ખેંચી લેવો જોઇએ. અમદાવાદ શહેરમાં એક પણ ખાનગી હોસ્પિટલ અમલ નહી કરે.  સરકાર પરિપત્રમાં ભુલ ભરેલો છે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.સહાયની મર્યાદા 50 હજારથી વધારી 5 લાખ કરવા અપીલ
દર્દી એક લાખ રૂપિયા બિલ હોય તો કોણ કેટલા પૈસા આપશે તેની પરિપત્રના સ્પષ્ટતા કરવી જોઇએ.  કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવ્યુ હતુ કે, સરકારે આ યોજના અંતર્ગત 50 હજારની જગ્યાએ 5 લાખની મર્યાદા જાહેર કરવી જોઇએ . કારણ કે, આ કાર્ડમાં ૫ લાખ સુધી સારવાર ખર્ચની મર્યાદ છે. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો સરકારના પરિપત્રનો અમલ કરતી નથી. વેન્ટીલેન્ટરનો ચાર્જ પ્રતિદિન ચાર્જ 20 હજાર જયારે સરકારે માત્ર 5 હજાર જાહેર કર્યા છે.

ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્ર


સરકારના પરિપત્રનો અમલ ખાનગી હોસ્પિટલમાં થતો નથી: ગ્યાસુદ્દીન શેખ
વધુમાં ગ્યાસુદ્દીને ઉમેર્યું કે, આ યોજના લાગુ કરવા માટે સરકાર નોડલ અધિકારીની નિમણૂક કરની જોઇએ. ખાનગી હોસ્પિટલો માં દાખલ થવાની પદ્ધતિ સરકારે જાહેર કરવી જોઈએ. મા અમૃતમ અને માવત્સલય કાર્ડનો અમલ ખાનગી હોસ્પિટલ કરતી નથી.  પરિપત્રમાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. દર્દીએ કેટલા પૈસા ચૂકવવાના છે અને સરકાર કેટલા પૈસા ચૂકવશે તેની સ્પષ્ટતા નથી.

સીએમની અધ્યક્ષતામાં લેવાયો હતો નિર્ણય
સીએમ વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો હતો કે, મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા 50 હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. નોંધનિય છે કે,  મુખ્યમંત્રી કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી હતી.
Published by: kuldipsinh barot
First published: May 14, 2021, 11:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading