અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ


Updated: September 15, 2021, 7:32 PM IST
અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ
સોલા હત્યા કેસમાં પકડાયેલા આરોપીની ધરપપકડ

Ahmedabad crime news: આરોપી એ આ (murder accused) સિવાય ચાંદખેડા, ઘાટલોડિયા વિસ્તારમાં લોકો ઉપર સ્ટેબિંગ કરી લૂંટની (Stabbing with loot) ઘટનાઓને અંજામ આપ્યો હતો. વસ્ત્રાપુરમાં પણ વર્ષ 2018ના જુલાઈ મહિનામાં એક વ્યક્તિ ઉપર સ્ટેબિંગ કરીને લૂંટ કરી હતી.

  • Share this:
Ahmedabad news: અમદાવાદના સોલા (sola area) વિસ્તારમાં ગત ફેબ્રુઆરીના 2020માં થયેલ હત્યા કેસમાં ફરાર (murder case main accused) મુખ્ય આરોપી રાજા કેવટની ધરપકડ (Raja kevat arrested) કરવામાં આવી છે. આરોપીએ સોલા વિસ્તારમાં કિરીટ પરમારના વ્યક્તિ ઉપર લૂંટના ઇરાદે સ્ટેબિંગ કરી (loot with murder) ફરાર થઈ ગયો હતો. જોકે જેમાં કિરીટ ભાઈનું મોત થઈ ગયેલ અને જે મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચને (Ahmedabad crime branch) માહિતી મળી હતી કે આરોપી નામ બદલીને રાજુ નામ ધારણ કરી રહી રહ્યો છે અને ત્યાર બાદ બાતમી ના આધારે તેની ધરપકડ કરી લેવા માં આવી છે.

મળતી માહિતી પ્રમાણે આરોપી એ આ સિવાય ચાંદખેડા, ઘાટલોડિયા વિસ્તારમાં લોકો ઉપર સ્ટેબિંગ કરી લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. વસ્ત્રાપુરમાં પણ વર્ષ 2018ના જુલાઈ મહિના માં એક વ્યક્તિ ઉપર સ્ટેબિંગ કરીને લૂંટ કરી હતી અને અને જેમાં હત્યાના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ આરોપી સગીર હોવાથી તેને મહેસાણાના ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ આરોપી 3-2-2020 ના રોજ અન્ય 8 કિશોર આરોપી સાથે ત્યાંથી ભાગી ગયા હતા અને આરોપી રાજાએ ભાગ્યા બાદ પણ ગુનાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હત્યા. લૂંટ સહિત ગુજરાત અને રાજસ્થાનમાં કુલ મળી 15 થી વધુ ગુનાઓ માં ફરાર હતો અને જેમાં તેના અન્ય સાગરીતો પણ સામેલ હતા. આરોપીની માનસિકતા ગુનાહિત છે અને ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપી ફરાર થઈ જતો હતો.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચ ના acp ડી.પી.ચુડાસમાનું કેહવું છે કે હાલ તો 15 ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે પરંતુ તપાસમાં વધુ ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે હત્યાની એક ઘટના સુરતમાં પણ બની હતી. સુરતના પાંડેસરા કૈલાશનગર ચોકડી પાસે ગઈકાલે સાંજે પત્નીની નજર સામે જ પતિઍ તેના પ્રેમી ઍવા મીસાયાભાઈને પેટના ભાગે ચપ્પુના ઘા મારી રહેશી નાંખ્યો હતો.

પોલીસે આરોપીની પત્નીની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ તપાસ શરુ કરે તે પહેલા જ હત્યારા માસીયાભાઈ સામે થી પોલીસમાં હાજર થઈï જતા પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: September 15, 2021, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading