અમદાવાદ: મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં લાગી ભીષણ આગ, આઠ લોકોને બચાવાયા

News18 Gujarati
Updated: February 3, 2021, 9:57 AM IST
અમદાવાદ: મહારાજા સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં લાગી ભીષણ આગ, આઠ લોકોને બચાવાયા
ફાયર બ્રિગેડનું માનવું છે કે, એક દુકાનમાં આગ લાગતાં આગ અન્ય બેથી ત્રણ દુકાનોમાં પ્રસરી હતી.

ફાયર બ્રિગેડનું માનવું છે કે, એક દુકાનમાં આગ લાગતાં આગ અન્ય બેથી ત્રણ દુકાનોમાં પ્રસરી હતી.

  • Share this:
અમદાવાદ :શહેરના (Ahmedabad) નવરંગપુરા સ્ટેડિયમ રોડ (Navrangpura stadium road) પાસે આવેલી મહારાજા સમોસા સેન્ટર(Maharaja Samosa center) સહિત ત્રણ દુકાનોમાં આજે વહેલી સવારે ભીષણ આગ (Massive Fire) લાગી છે. આગ પર કાબુ મેળવા માટે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ કરી હતી. આ ભીષણ આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી. આ આગમાં અંદર ફસાયેલા ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે આસપાસનાં વિસ્તારોમાં ડરનો માહોલ છવાયો હતો. આગની વાત વાયુવેગે પ્રસરતા સ્થાનિકો મોટી સંખ્યામાં અહીં આવી ગયા હતા. (ઇનપુટ- હર્મેશ સુખડિયા)

શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન

હાલ મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં લાઈફ કેર હોસ્પિટલની બાજુના એક કોમ્પ્લેક્સમાં મમહારાજ સમોસા સેન્ટર સહિત ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.  આગ લાગવાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 18 ગાડીએ ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને આગ પર કાબૂ પણ મેળવી લીધો હતો.અહીં દુકાનો અને રહેણાંક હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ નથી.

'હું હોમગાર્ડ છું, ધંધો કરવો હોય તો રૂપિયા આપવા પડશે' અમદાવાદનાં લારીવાળાએ નોંધાવી પોલીસ ફરિયાદ

'આઠ લોકોને બચાવાયા'

અમદાવાદનાં ચીફ ફાયર ઓફિસર, રાજેસ ભટ્ટનાં જણાવ્યાં પ્રમાણે, ત્રણ દુકાનો એકસાથે છે તેમાં આગ લાગી છે. શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે. નીચે દુકાનો છે અને ઉપર રેસિડન્સ હતા. દુકાનની ઉપર ચાર મહિલા અને ચાર પુરુષ ફસાયા હતા, આ 8 લોકોને સહી સલામત બહાર લાવવામાં આવ્યા છે.

અમદાાવદ: પ્રેમલગ્ન કરનાર યુવતીનાં પતિએ વર્ષમાં જ પોત પ્રકાશ્યું, ઇ-મેઇલમાંથી પકડાયા અન્ય સ્ત્રી સાથેના ફોટા

ફાયરવિભાગની સામે આવી મોટી બેદરકારી

વહેલી સવારે આશરે 6.22 કલાકે, ફાયર બ્રિગેડને જાણ થતા જ ફાયર બ્રિગેડની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગ પર કાબુ મેળવવા માટે એક લાખથી વધુ લીટર પાણીનો મારો ચલાવાયો હતો. ફાયર બ્રિગેડનું માનવું છે કે, એક દુકાનમાં આગ લાગતાં આગ અન્ય બેથી ત્રણ દુકાનોમાં પ્રસરી હતી. દુકાનોનો માલ પણ બળીને ખાખ થઈ જતા લાખોનું નુકશાન હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. જ્યારે ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે દુકાનની ઉપર જ રહેતા 4 લોકો અંદર ફસાયા હતા.જેમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. આ આગ અંગે ફાયર બ્રિગેડનું માનવું છે કે, દુકાનની ઉપર, ઘર અને દુકાનમાં જવાનો એક જ રસ્તો ઘરમાં હોવું તે મોટી બેદરકારી છે.
Published by: Kaushal Pancholi
First published: February 3, 2021, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading