અમદાવાદ: Paytmનાં ટ્રાન્ઝેકશનનો ખોટો મેસેજ બનાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયા


Updated: November 24, 2021, 4:39 PM IST
અમદાવાદ: Paytmનાં ટ્રાન્ઝેકશનનો ખોટો મેસેજ બનાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયા
અમદાવાદ: PAYTMનાં ટ્રાન્ઝેકશનનો ખોટો મેસેજ બનાવનાર માસ્ટર માઈન્ડ ઝડપાયા

Ahmedabad Crime News: છેલ્લા ઘણા સમયથી અનાજ કરિયાણાના વેપારીઓને બે શખસોએ માથું ખંજવાળતા કરી નાખ્યા હતા. આ બે શખશો દુકાને જતા અને બાદમાં માલ ખરીદી પેટીએમથી પેમેન્ટ કર્યું હોવાનું કહી બેન્કમાંથી આવતા મેસેજ જેવો જ  મેસેજ કરી દેતા હતા

  • Share this:
અમદાવાદ:પેટીએમથી પેમેન્ટ કરવાનો ડોળ કરવાનો અને બાદમાં બેન્ક માંથી આવતા મેસેજ જેવો મેસેજ કરવાનો, આવું શક્ય છે ખરું? આમ તો આવું શક્ય નથી પણ એવા બે આરોપીઓ છે જેઓએ આ અશક્ય કામને શક્ય બનાવી વેપારીઓને છેતર્યા. લોકો સાથે ઠગાઈ કરતા ભેજાબાજ ઠગની ઝોન-2 એલસીબી દ્વારા ધરપકડ કરાઈ છે. આરોપીઓ અનાજ અને કરિયાણાની દુકાનનાં વેપારીઓને ડીજીટલ ટ્રાન્જેક્શનના ખોટા મેસેજો આપીને કરિયાણા ની ચીજ વસ્તુઓ ખરીદી કરતા હતા.

છેલ્લા ઘણા સમયથી અનાજ કરિયાણાના વેપારીઓને બે શખસોએ માથું ખંજવાળતા કરી નાખ્યા હતા. આ બે શખશો દુકાને જતા અને બાદમાં માલ ખરીદી પેટીએમથી પેમેન્ટ કર્યું હોવાનું કહી બેન્કમાંથી આવતા મેસેજ જેવો જ  મેસેજ કરી દેતા હતા. વેપારીઓ એકાઉન્ટ ચેક કરે ત્યારે છેતરાયા હોવાની જાણ થતી હતી. છેલ્લા 06 મહિનાથી બન્ને યુવકો કરિયાણાનાં વેપારીઓને સોફ્ટ ટાર્ગેટ બનવતા હતા. તેલનાં ડબ્બા અને અન્ય અનાજની ચીજ વસ્તુઓની ખરીદી કરી આ ગઠિયાઓ ઠગાઈ આચરતા હતા. જેને લઈને ઝોન-2 ડીસીપીની  એલસીબીએ તપાસ કરી આસિફ અનવર શેખ અને રિઝવાન ઉર્ફે કાંટા ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે.

આ બન્ને માસ્ટરમાઈન્ડ અનાજ અને કરિયાણાની દુકાનનાં વેપારીઓ પાસે માલની ખરીદી કરતા હતા. ત્યારબાદ તેનું જે પેમેન્ટ હોય તે પે-એટીએમ એપ્લિકેશન થકી ચૂકવતા હોવાનું વેપારીઓને જણાવતા હતા. પરંતુ આ પેમેન્ટનો મેસેજ ડુપ્લીકેટ બનાવીને વેપારીને બતાવતા હતા કે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ ગયા છે. આવી રીતે ભળતો ડુપ્લીકેટ મેસેજ બનાવીને આ બન્ને આરોપીઓએ અંદાજિત કુલ 14 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી ચુક્યા ઝોન 2 ડીસીપી વિજય પટેલ એ જણાવ્યું છે.

સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શ ને એક તરફ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક ઠગ લોકો ડિજિટલ ટ્રાન્જેક્શન ઓથા  હેઠળ પોતાની મેલી મુરાદો પાર પાડતા હોય છે. ઝોન-2 એલસીબી દ્વારા ઝડપાયેલા બન્ને આરોપીઓએ પોલીસ સમક્ષ તેઓએ કરેલા ગુનાની તો કબૂલાત કરી છે. સાથો સાથ અન્ય 20 જેટલા આવા ગુના છેલ્લા 06 મહિનામાં અંજામ આપી ચૂક્યા છે તેવી પણ કેફીયત આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલી છે.

ત્યારે પોલીસે પણ પ્રજાને જાગૃત રહેવાની સલાહ આપી છે કે આ પ્રકારે કોઈ પણ મળતા મેસેજ પર વિશ્વાસ ન કરવો અને કોઈપણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ના મેસેજ આવે તો પોતાનું બેંક એકાઉન્ટ પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેવું જોઈએ. જેથી કરીને આવી છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય. આ સહિત પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોય તો તે ઝોન-2 સ્ક્વોડ એટલે કે કારંજ પોલીસ સ્ટેશનની ઉપર આવેલી ઓફિસનો સંપર્ક કરી શકે છે. હાલ તો કારંજ, માધુપુરા અને શાહપુર પોલીસસ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.
Published by: Margi Pandya
First published: November 24, 2021, 4:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading