અમદાવાદ : પ્રેમિકા સાથે બિભત્સ ચેનચાળા કરનાર મિત્રનું 'કસાઈ'એ ગળુ કાપી હત્યા કરી, ધડ-માથું તળામાં ફેંકી દીધાં


Updated: September 26, 2021, 4:36 PM IST
અમદાવાદ : પ્રેમિકા સાથે બિભત્સ ચેનચાળા કરનાર મિત્રનું 'કસાઈ'એ ગળુ કાપી હત્યા કરી, ધડ-માથું તળામાં ફેંકી દીધાં
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે દાણીલીમડામાં કસાઈની જેમ યુવકની હત્યા કરી અને લાશ ફેંકી દેનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Dani limda Murder case : અમદાવાદના દાણીલીમડામાં રૂવાંડા ઊભા કરી નાખે એવી ઘટના, મઝહર ઉર્ફે 'કસાઈ'એ કસાઈની જેમ હત્યા કરી શાહરૂખ ઉર્ફે મસરીનું ગળું ધડથી નોખું કરી નાખ્યું, કોથળામાં ભરી અને તળાવમાં ફેંકી દીધો હતો મૃતદેહ

  • Share this:
અમદાવાદ : અમદાવાદના દાણીલીમડામાં (Ahmedabad Dani Limda Murder) થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અહીંયા બે દિવસ પહેલાં એક યુવકની ગળુ કપાયેલી (Throat Beheaded Dead Body found from Dani olimda Ahmedabad) લાશ મળી આવવાની ઘટના સામે આવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે, અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટ્રીશીટરની (Murder of History sheeter in Ahmedabad) હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં આવેલ આરોપી મઝહર ઉર્ફે કસાઈ કુરેશી છે, મઝહર એ કામ પણ કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા નિપજાવી બાદ. (Mazhar Qureshi Killed ShahRukh in Danilimda Ahmedabad throws head and body in Lake) લાશ ને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી. સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.

જોકે 10 દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો

Mazhar Qureshi Killed ShahRukh in Danilimda Ahmedabad throws head and body in Lake
મિત્રની પ્રેમિકા સાથે ભિભત્સ ચેનચાળા કરવા જતા મળ્યું મોત, હિસ્ટ્રી શીટર શાહરૂખને તેના જ મિત્રએ મારી નાખ્યો, (મૃતક શાહરૂખની ફાઇલ તસવીર)


જેથી મજહરની બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. જે વાતનો બદલો લેવા મઝહરે મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના 10 દિવસ પહેલા ગુમ થયો યુવક, ધડ અને માથું અલગ થયેલી લાશ મળી

હત્યા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં નાખી આરોપી ફરાર થઈ ગયો હતો.
Mazhar Qureshi Killed ShahRukh in Danilimda Ahmedabad throws head and body in Lake
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મઝહર ઉર્ફે 'કસાઈ'ની ધરપકડ કરી જેણે હકિકતમાં કસાઈની જેમ હત્યા કરી લાશ ફેંકી દીધી


હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો, ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. જે કબૂલાત બાદ પોલીસે આરોપીના મોબાઇલ કબજે કર્યા છે. ઉપરાંત હત્યા માટે વપરાયેલ તિક્ષ્ણ છરો અને બાઈક પણ કબજે કર્યું છે. જ્યારે જોવું એ રહ્યું કે આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થાય છે.
Published by: Jay Mishra
First published: September 26, 2021, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading