મુંબઈથી MD ડ્રગ્સ અમદાવાદમાં થઈ રહ્યું હતું સપ્લાય, મુંબઈના 2 પેડલર સહિત 3 લોકોની ધરપકડ


Updated: September 13, 2021, 11:24 PM IST
મુંબઈથી MD ડ્રગ્સ અમદાવાદમાં થઈ રહ્યું હતું સપ્લાય, મુંબઈના 2 પેડલર સહિત 3 લોકોની ધરપકડ
દાણીલીમડા પોલીસે (Danilimda police)બાતમીના આધારે મુંબઈના (Mumbai)બે ડ્રગ્સ ડીલરો અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

Ahmedabad news- મુંબઈના ડ્રગ્સ ડીલર ઈરફાન અને સર્જીલ અમદાવાદમાં અગાઉ પણ અનેક ડ્રગ્સ ડીલરોને એમડી ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યા છે

  • Share this:
અમદાવાદ : યુવાધનને બરબાદ કરતો ડ્રગ્સ એટલે એમડી ડ્રગ્સ (MD Drugs)છે. શહેરમાં (Ahmedabad)હાલ પણ કેટલાક યુવક- યુવતીઓ ડ્રગ્સના નશામાં સામેલ જ છે. જે આ પકડાયેલા ડ્રગ્સ અને ડ્રગ્સ ડીલર પરથી સાબિત થાય છે. શહેરમાં ગઈકાલે એમડી ડ્રગ્સ અને તેના સોદાગરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. દાણીલીમડા પોલીસે (Danilimda police)બાતમીના આધારે મુંબઈના (Mumbai)બે ડ્રગ્સ ડીલરો અને અમદાવાદના એક યુવક સહિત ત્રણ આરોપીઓને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે.

શહેરમાં ફરી ડ્રગ્સ માફિયાઓ બેફામ થયા છે અને બેફામ રીતે શહેરમાં ડ્રગ્સનો કારોબાર કરી રહ્યા છે. ત્યારે દાણીલીમડા પોલીસે બાતમીના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. અમદાવાદના દાણીલીમડામાં રહેતા અને એમડી ડ્રગ્સનો કારોબાર કરતા રઝીન સૈયદે ડ્રગ્સ ડીલરો પાસે મુંબઈથી ડ્રગ્સ વેચાણ માટે મંગાવ્યું હતું. જે પૈકી ગઈકાલે રાત્રે મુંબઇના ઈરફાન અને સર્જીલ રઝીન સૈયદને ડિલિવરી આપવા દાણીલીમડામાં આવેલી હોટલ માલવા પાસે આવ્યા હતા. જ્યાં વોચમાં રહેલી પોલીસે આરોપીઓને ડીલ કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.

આ પણ વાંચો - રાજકોટ : ઘૂંટણ સમા પાણીના પ્રવાહને ચીરીને આગળ વધી પોલીસ વાન, વીડિયો વાયરલ

મુંબઈના ડ્રગ્સ ડીલર ઈરફાન અને સર્જીલ અમદાવાદમાં અગાઉ પણ અનેક ડ્રગ્સ ડીલરોને એમડી ડ્રગ્સ સપ્લાય કરી ચૂક્યા છે. હાલ બંને આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે કે તેમણે આ અગાઉ શહેરના કયા ક્યા ડ્રગ્સ ડીલરોને એમડી ડ્રગ્સ આપ્યા છે.

આ મામલે ACP કે ડિવિઝન મિલાપ પટેલે કહ્યું હતું કે હાલ આરોપીઓ પાસેથી 6,20,000 ના md ડ્રગ્સ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા છે. આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ લોકોને ડ્રગ્સ સપ્લાય કર્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા થોડા સમયમાં ગુજરાતમાં થી કરોડો રૂપિયાનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: September 13, 2021, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading