Ahmedabad crime news: પ્રેમ સબંધમાં પ્રેમિકાના પિતાએ ધાકધમકી આપતા સગીરે કરી આત્મહત્યા


Updated: January 23, 2022, 11:37 PM IST
Ahmedabad crime news: પ્રેમ સબંધમાં પ્રેમિકાના પિતાએ ધાકધમકી આપતા સગીરે કરી આત્મહત્યા
ચાંદખેડા પોલીસ સ્ટેશન

Ahmedabad crime news: ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં સગીરવયના કિશોરને પ્રેમ સબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પિતાને પ્રેમ સબંધનું જાણ થઈ જતાં તેણે સગીરને ફોન પર ધાક ધમકી આપતા સગીરે ડરના કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લીધી છે.

  • Share this:
અમદાવાદ: કહેવાય છે કે પ્રેમ આંધળો (love is blind) હોય છે. ક્યારેક એક તરફી પ્રેમમાં (one side love) કે પછી પ્રેમને પામવા માટે લોકો એટલી હદ સુધી પહોંચી જતા હોય છે કે આખીય જિંદગી પસ્તાવાનો વખત આવે. આવા અનેક બનાવો અત્યાર સુધી માં સામે આવ્યા છે. શહેરના ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં સગીરવયના કિશોરને પ્રેમ સબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પિતાને પ્રેમ સબંધનું જાણ થઈ જતાં તેણે સગીરને ફોન પર ધાક ધમકી આપતા સગીરે ડરના કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લીધી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક 16 વર્ષીય સગીરને તેની જ ઉંમરની એક સગીરા સાથે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે મોબાઈલથી પણ વાતચીત થઈ રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો કે આ પ્રેમ સબંધની જાણ સગીરાના પિતા ને થઈ જતા તેણે સગીરને ફોન કરીને તેમજ અન્ય રીતે ધાક ધમકી આપી હતી. અને આ પ્રેમ સબંધ નહિ રાખવા માટે ધમકાવ્યો હતો. જેથી સગીર કિશોરએ ડરના કારણે તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જે અંગેની જાણ પરિવારજનોને થતાં જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરવામાં આવી હતી.

જેથી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કિશોર ના મૃતદેહ ને પોસ્ટ મોટમ માટે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી હતી. જ્યારે આ અંગે કિશોર ના પિતા એ પ્રેમિકા ના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસ એ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અન્ય એક ઘટનાની વાત કરીએ તો અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા સિહનાબાનુ પઠાણે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે કે ગત મોડી રાત્રે તેમની દીકરી તોફિયાબાનુની નણંદનો ફોન આવ્યો હતો કે તેમની દીકરીની તબિયત બગડી છે. જેથી ફરિયાદી તાત્કાલિક દીકરીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં જોયું તો તેમની દીકરી બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં હતી.

આ પણ વાંચોઃ-Ahmedabad : લો બોલો! બિલ્ડરો કે વેપારીઓ પાસેથી નહિ પણ ભિક્ષુકો પાસેથી હપ્તો લેનાર ઝડપાયો

આ અંગે ફરિયાદીએ તેમની દીકરીની નણંદને પૂછતા તેણે કહ્યું હતું કે તે જ્યારે રાત્રે જાગ્યા હતા ત્યારે જોયું તો તેનો ભાઈ મોહમ્મદ જુનેદ ખાન હાથ માં બ્લેડ લઈને તોફિયાબાનુના ગળાના ભાગે બ્લેડના ઘા મારતો હતો. અને બાદમાં ફરાર થઈ ગયો હતો. આરોપી તેની પત્ની પર શંકા વહેમ રાખતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.આ પણ વાંચોઃ-Junagadh: વિચિત્ર અકસ્માતનો live video, ..અને એક્ટીવા ફૂડબોલની જેમ હવામાં ઉછળ્યું

જેથી મૃતક પંદર દિવસ પહેલા તેની માતા ને ત્યાં આવી હતી. જો કે 22 મી જાન્યુઆરી એ આરોપી તેને સમજાવીને પરત લઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે.
Published by: ankit patel
First published: January 23, 2022, 11:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading