અમદાવાદ: ખોખરામાં વાનરનો આતંક, અનેક લોકોને કરડ્યો, ભયનો માહોલ


Updated: October 11, 2020, 3:14 PM IST
અમદાવાદ: ખોખરામાં વાનરનો આતંક, અનેક લોકોને કરડ્યો, ભયનો માહોલ
સ્થાનિકો એટલી હદે ભયભીત હતા કે, બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. એટલે લોકો હાથમાં લાકડી લઇને બહાર નીકળતા હતા

સ્થાનિકો એટલી હદે ભયભીત હતા કે, બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. એટલે લોકો હાથમાં લાકડી લઇને બહાર નીકળતા હતા

  • Share this:
અમદાવાદ : માનવ વસ્તી જ્યાં હોય ત્યાં જાનવરો નો વસવાટ પણ અચૂક હોય છે. જો કે ક્યારેક કેટલાક જાનવરો એટલી હદે વિફરતા હોય છે કે માનવી ની ઊંઘ હરામ કરી દેતા હોય છે. આવું જ કઈક અમદાવાદના ખોખરા વિસ્તારમાં બન્યું છે.

ખોખરા વિસ્તાર માં આવેલ પ્રગતિ પાર્ક સોસાયટીની સામે ગત મોડી સાંજ થી જ એક વનારે આતંક મચાવ્યો છે. કોઈ પણ વ્યક્તિ ને જોતા જ આ વાનર તેના પર હુમલો કરી તેને કરડી ખાઈ છે. સોસાયટીની એક મહિલા ધાબા પર કઈ કામથી ગયા તો વાનર તેને પણ કરડી ખાધું. જો કે આજે સવારે પણ આ વાનર અન્ય એક મહિલા ને ટાર્ગેટ બનાવી અને કરડ્યો હતો. જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.

સ્થાનિકોનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં અહીં વાનરોનું ઝૂંડ જોવા મળતું હોય છે, અને વાનરો કિલોલ કરતા હોય છે. જો કે આ પ્રકારનો બનાવ પ્રથમ વખત બન્યો કે કોઈ વાનરએ અનેક લોકોને ટાર્ગેટ બનાવી ધક્કે ચઢાવ્યા હોય કે કરડ્યો હોય.

અમદાવાદ: Gold-Silverના ભાવમાં ઉછાળો, આજના ભાવ, ક્યારે ખરીદવું ફાયદાકારક? દિવાળીએ શું થશે?

અમદાવાદ: Gold-Silverક્યારે ખરીદવું ફાયદાકારક? દિવાળીએ શું થશે?

મોડી રાતે પણ આ વાનરોનો આતંક જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો એટલી હદે ભયભીત હતા કે, બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. એટલે લોકો હાથમાં લાકડી લઇને બહાર નીકળતા હતા. એટલું જ નહિ વાનરને ભગાડવા માટે ફટાકડા પણ ફોડ્યા હતા.અપડેટ સમાચાર અનુસાર, ખોખરા વિસ્તારમાં આતંક મચાવનાર વાનર ને આખરે પકડી લેવાયો છે. ત્રણ કલાક સુધી ચાલેલા વન વિભાગના આ ઓપરેશન માં આખરે વાનરને પકડી લેવામાં સફળતા મળી છે.  અને વન વિભાગે વાનર ને પકડવા નાં આ ઓપરેશનમાં કાંકરિયા ઝૂ વિભાગની પણ મદદ લીધી હતી. તો બીજીતરફ વાનર પકડાઈ જતા ખોખરા ના રહીશોએ હાંશકારો લીધો છે.

'દારૂ વેચવા દેવા રોજનો 15,000નો હપ્તો બાંધ્યો,', બુટલેગરનો કથિત વીડિયો વાયરલ

'દારૂ વેચવા દેવા રોજનો 15,000નો હપ્તો બાંધ્યો,', બુટલેગરનો કથિત વીડિયો વાયરલ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ, હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના પાટનગર શિમલા (Shimla)માં રસ્તે રખડતાં કૂતરાંઓના (Dogs) આતંક બાદ હવે વાંદરા (Monekey)ના આતંકના કારણે લોકોમાં ડર ફેલાઈ ગયો છે. શિમલા શહેરમાં વાંદરાઓને આતંક પહેલાથી જ છે. અહીં રોજ વાંદરાઓના કરડવાના કારણે 8થી 10 લોકો હૉસ્પિટલ પહોંચી જાય છે. પરંતુ તાજેતરમાં સામે આવેલી ઘટનાની તસવીરો (Shimla Monkey Attack Photos) માં સ્પષ્ટ જોઈ શકાય છે કે વાંદરાનો આતંક એ હદે વધી ગયો છે કે લોકોને તેને જોઈને ભાગી જવું પડે છે.

તાજેતરનો મામલો એક તોફાની વાંદરાનો છે જેણે શિમલા (Shimla)ના ઐતિહાસિક રિજ મેદાન (Ridge Maidan) પર ઉછળકૂદ કરીને અનેક લોકોને પોતાના ટાર્ગેટ બનાવ્યા. સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે વાંદરા માણસો પર હુમલા નથી કરતાં, તેઓ માણસોની નજીક ભોજન મેળવવાની અપેક્ષાએ આવતા હોય છે. પરંતુ રિજ મેદાન પર થોડા સમય માટે આ વાંદરાના તોફોની કૃત્યોને કારણે અફરા-તફરી મચી ગઈ હતી.
Published by: kiran mehta
First published: October 11, 2020, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading