લાલચમાં ફરી એક અમદાવાદનો વેપારી નાઈજિરિયન ગેંગનો શિકાર બન્યો: કેન્સરની દવાના ધંધાના નામે મસમોટી છેતરપિંડી કરાઇ


Updated: August 11, 2021, 7:12 AM IST
લાલચમાં ફરી એક અમદાવાદનો વેપારી નાઈજિરિયન ગેંગનો શિકાર બન્યો: કેન્સરની દવાના ધંધાના નામે મસમોટી છેતરપિંડી કરાઇ
નાઈઝીરીયન નાગરિક ઈસીસ ઈસ્મેલ ઓકટેવે

Cyber crime fraud: નાઝેરિયન નાગરિક સોશિયલ મીડિયા પર વેપારીઓનો સંપર્ક કરીને લાખોનો ચુનો લગાવતા હોવાનુ ખુલ્યું છે.

  • Share this:
અમદાવાદ: કેન્સરની સારવાર માટે હર્બલ ઓઈલના (herbal oil for cancer treatment) ધંધાના નામે ઓઢવના વેપારી સાથે રૂ 53 લાખની છેતરપિંડી કરનાર નાઈઝીરીયન ઝડપાયો. સાયબર ક્રાઈમે દિલ્હીથી નાઈઝીરીયનની ધરપકડ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર વેપારીઓનો સંપર્ક કરીને લાખોનો ચુનો લગાવતા હોવાનુ ખુલ્યું છે. હાલ નાઈઝીરીયન નાગરિક ઈસીસ ઈસ્મેલ ઓકટેવ સાયબર ક્રાઈમની કસ્ટડીમાં છે.

નાઈઝીરીયન નાગરિક ઈસીસ ઈસ્મેલ ઓકટેવે અનેક વેપારીઓને ઓઈલના ધંધાની લાલચ આપીને લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. જો  વેપારીઓને વિદેશમાંથી અજાણ્યા કોન્ટેકટ પરથી વેપારનો ઓર્ડર મળે તો ચેતી જવાની જરૂર છે. કારણ કે, સાઈબર ક્રાઈમે પકડેલા નાઈઝીરીયનની તપાસમા આ નાઈઝીરીયન ગેંગ સક્રીય થઈ છે. જે સોશિયલ મીડિયામા કપંનીના નામથી ફેક ઈમેઈલ આઈડી કે ફેસબુક પ્રોફાઈલ બનાવીને વેપારીઓને ટાર્ગેટ કરે છે.

આ પણ વાંચો: અમદાવાદ : 12.92 લાખની ચીલ ઝડપનો CCTV Video, આંખના પલકારામાં 'સમડી'એ થેલો ઝૂંટવી લીધો

આ પ્રકારે ઓઢવના એક વેપારીને હર્બલ ઓઈલના વેપાર કરીને લાખો રૂપિયાની કમાણીની લાલચ આપીને રૂ 53 લાખનો ચુનો લગાવ્યો છે. વેપારીઓ સાયબર ક્રાઈમમા ફરિયાદ નોંધાવતા ટેકનીકલ એનાલીસીસની મદદથી દિલ્હીથી નાઈઝીરીયનની ધરપકડ કરવામા આવી છે. આ નાઈઝીરીયન ગેંગ વિદેશથી ફેસબુક પર વેપારી સાથે ફ્રેન્ડશીપ કરે છે. ત્યાર બાદ વેપારીને ધંધાકીય લાલચ આપે છે અને કેન્સરની સારવાર માટે હર્બલ ઓઈલના ધંધાની લાલચ આપે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજી 44% વરસાદની ઘટ, જાણો ક્યારે ધોધમાર વરસાદની છે આગાહી 

ભારતમાંથી ઓઈલની ખરીદી કરીને વિદેશની કંપનીમા વેચશો તો  ખૂબ મોટો પ્રોફિટ કમાશો તેવો વિશ્વાસ કેળવે છે. અમદાવાદના વેપારીએ પણ  આ પ્રકારે વેપારી પાસેથી ઓઈલનુ સેમ્પલ મગાવવામા આવતુ અને આ ઓઈલ ખરીદીને રૂ 400 ડોલર આપવામા આવે છે.  જેથી વેપારીને વિશ્વાસ આવે. આ નાઈઝીરીયન ગેંગ ઓઈલ ખરીદવાની કંપનીનો કોન્ટેકટ આપતા અને વેચાણ કરવાની કપંનીનુ પણ કોન્ટેકટ આપતા. આ પ્રકારે બન્ને કપંનીનુ નાઈઝીરીયન ગેંગ જ હેન્ડલ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હોવાનુ ખુલ્યુ છે.સાયબર ક્રાઈમને નાઈઝીરીયન ગેંગના એક સભ્યને પકડવામા સફળતા મળી છે. હજુ પણ આ ગેંગના સાગરીતો સક્રીય છે. જે ગુજરાત ઉપંરાત અન્ય રાજયોના વેપારીઓને ટાર્ગેટ કરી રહયા છે. હાલમા સાયબર ક્રાઈમે આ ગેંગના ફરાર આરોપીની  શોધખોળ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: August 11, 2021, 7:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading