અમદાવાદ : તમારા સંબધી આજે ટ્રેનમાં આવે છે કે તમે મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો


Updated: September 5, 2021, 4:28 PM IST
અમદાવાદ : તમારા સંબધી આજે ટ્રેનમાં આવે છે  કે તમે મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો આ સમાચાર ચોક્કસ વાંચો
Dઅમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર

Ahmedabad news: અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન (Ahmedabad kalupur railway station) પર આજે સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી કોઈ પણ ટ્રેન જશે નહિ કે કોઈ પણ ટ્રેન (trains) આવશે નહીં.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad news) રેલવે ડિવિઝન (Railway Division) દ્વારા એક મહત્વના સમાચાર (Important news about railway) મળી રહ્યા છે. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન (Ahmedabad kalupur railway station) પર આજે સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી કોઈ પણ ટ્રેન જશે નહિ કે કોઈ પણ ટ્રેન આવશે નહિ. આજે સાબરમતી રેલવે જકશન (sabarmati railway station) પાસે રેલવે લાઈનની ગડરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેને લીધે સવારે 09:30 કલાક બાદ તમામ ટ્રેનોનું સંચાલન બંધ રહેશે.

વાસ્તવમાં અમદાવાદ ડિવિઝનમાં સાબરમતી જંક્શન સ્ટેશન નજીક રેલવે લાઇનની ઉપર ગર્ડરનું લોન્ચિંગ કરવાની કામગીરીને પગલે રેલવેએ 5 સપ્ટેમ્બરે રવિવારે 5 કલાકનો ટ્રાફિક અને પાવર બ્લોક આપવામાં આવ્યો છે. આજે રવિવારે સવારે લગભગ 9.30 વાગ્યાથી 5 વાગ્યા સુધી ટ્રેનોનું સંચાલન બંધ રહેશે.

કઈ ટ્રેન ક્યાં ડાયવર્ટ કરવામાં આવી?

અમદાવાદના રેલવે અધિકારીએ જણાવ્યું કે, રાજકોટથી કોઈમ્બતુર જતી સ્પેશિયલ ટ્રેન સવારે 9.30 વાગે પસાર થયા બાદ બ્લોક શરૂ થશે, જેના પગલે અમદાવાદથી સોમનાથ જતી ટ્રેન રવિવારે અમદાવાદ અને સાબરમતી વચ્ચે કેન્સલ કરાતા આ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતીથી ઊપડશે.

જ્યારે ઓખા-ગુવાહાટી પાર્સલ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશન પર સિકંદરાબાદ-રાજકોટ ટ્રેન અમદાવાદ સ્ટેશન પર રેગ્યુલેટ કરવામાં એટલે કે જ્યાં સુધી બ્લોક પૂર્ણ ન થાય ત્યાં સુધી રોકી રખાશે. જેને લઇને મુસાફરો અને તેમના પરિવારોને ખાસ મેસેજ પહોચાડવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળઆ મેસેજ દ્વારા અમદાવાદમાં સાબર મતી રેલવે સ્ટેશન પર લોકો પોતના સંબંધીઓ ને લેવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રવિવાર એ કાલુપુર રેલવે સ્ટેશન પર ઓછો રશ હોવાને કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની નોંધ પરિવારજન અને મુસાફર બંનેને કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગરનો દારૂ સંતાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ખંજવાળવા લાગી માથું, મુદ્દામાલ સાથે એક ઝડપાયો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આશારામનો સાધક વોન્ટેડ સજ્જુ નાસિકથી ઝડપાયો, આશ્રમનું કરતો હતો સંચાલક કેવો છે 'કાળો' ઈતિહાસ?

અનેક ટ્રેનોથી ધમધમતું રહે છે કાલુપુર રેલવે સ્ટેશન

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન વેસ્ટન રેલવેનું એક ખુબ જ મહત્વનું રેલવે સ્ટેશન છે. અમદાવાદ જંકશન હોવાના કારણે અહીં દિવસભર ટ્રેનોની અવર જવર રહે છે. અને દરરોજ હજારોની સંખ્યામાં પણ મુસાફરોની અવર જવર રહે છે. એટલું જ નહીં અહીં માલ વાહક ગાડીઓનો પણ એટલો જ ધસારો રહે છે. જોકે, પાવર બ્લોકના કારણે રવિવારના દિવસે કાલુપુર રેલવે સ્ટેશન પર શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
Published by: ankit patel
First published: September 5, 2021, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading