અમદાવાદ: દિવાળી કામ કાઢ્યું છે? તો આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો થઈ શકે છે આવો કડવો અનુભવ


Updated: October 26, 2020, 1:25 AM IST
અમદાવાદ: દિવાળી કામ કાઢ્યું છે? તો આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો થઈ શકે છે આવો કડવો અનુભવ
પ્રતિકાત્મક તસવીર

તસ્કરોની હિમ્મત જોઈ પોલીસ પણ ક્યારેક વિચારમાં પડી જાય છે. અમદાવાદમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે

  • Share this:
અમદાવાદ: કોરોનાકાળ બાદ રાજ્યમાં ચોર ટોળકીઓએ તો પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે. દરેક શહેરમાં રોજે-રોજ ઘરફોડ ચોરી, રસ્તા પર જતા લોકોના હાથમાં લૂંટ, ઓનલાઈન છેતરપિંડી, ફ્રોડ આમ પૈસા કમાવવા અનેક પેતરાઓ તસ્કરો અજમાવી રહ્યા છે. તસ્કરોની હિમ્મત જોઈ પોલીસ પણ ક્યારેક વિચારમાં પડી જાય છે. અમદાવાદમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે, ઘરમાં પરિવાર હાજર છે, કામ કરી રહ્યો છે અને તસ્કર હિમ્મત કરી ઘરમાં આવી હાથ સાફ કરી જતો રહે છે.

આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે હવે લોકો ઘરની સાફ સફાઈમાં લાગી જશે. લોકોએ ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ઘરની અંદર કામ કરતા હોય ત્યારે દરવાજા બંધ રાખવા જોઈએ. આટલું જ નહીં પણ અન્ય માળે કે અન્ય જગ્યાએ કામ કરતા હોય ત્યારે પણ ચેતતા રહેવું જોઈએ. જો બહારથી કોઈ અજાણી વ્યક્તિને કામ કરવા બોલાવ્યા હોય તો તેમની માહિતી પોતાની પાસે રાખી સતત તેની પર ધ્યાન રાખવું. અમદાવાદના એક કિસ્સામાં એવું બન્યું કે, પરિવાર નીચેના માળે કામ પૂરું કરી ઉપરના માળે કામ કરવા ગયા હતા ત્યાં તસ્કરો નીચેના માળે ઘુસી ચોરી કરી નાસી ગયા હતા.

સરદારનગરના શક્તિ નગરમાં રહેતા 50 વર્ષીય અશ્વિનભાઈ બારોટ એ.એમ.ટી.એસ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ તેમના પત્ની સાથે ગત 10મીએ ઘરે હાજર હતાં. ત્યારે તેઓ ઘરના ઉપરના માળે સાફ સફાઈ નું કામ કરવા ગયા હતા. આ વખતે નીચેના માળે તેમને દરવાજાને સાદી સ્ટોપર મારી હતી. ઘણા સમય સુધી ઉપરના માળે કામ ચાલ્યું હતું. બાદમાં કામ પતાવીને તેઓ નીચે આવ્યા ત્યારે તેમના દરવાજાની સ્ટોપર ખુલ્લી હતી. જેથી કઈક અજુગતું બન્યું હોવાની તેઓને શંકા ગઈ હતી.

અમદાવાદ: : છૂટાછેડાના કેસમાં યુવકના પ્રેમમાં પડી મહિલા વકીલ, પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ

અમદાવાદ: : છૂટાછેડાના કેસમાં યુવકના પ્રેમમાં પડી મહિલા વકીલ, પ્રેમીએ કર્યુ ન કરવાનું કામ

ઘરની અંદર જઈને જોયું તો એક ફોન અને ચારેક હજાર રોકડા રૂપિયા ગાયબ હતાં. જેથી ચોરી થઈ હોવાની શંકાના આધારે તેઓએ આ મામલે પોલીસને જાણ કરી હતી. આ બનાવ બાબતે એરપોર્ટ પોલીસે આ મામલે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરો અન્ય કોઈ ના ઘરને નિશાન બનાવે તે પહેલા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

ઉલ્લેખનીય છે કે, ચોર માત્ર રૂપિયા, દાગીના જ નહીં જે હાથમાં આવે તે લઈ રોકડી કરવા લાગ્યા છે, હમણાં જ વસ્ત્રાપુર સરકારી વસાહતમાં આવેલી સરકારી વસાહત પ્રાથમિક શાળાના આચાર્યએ પોલીસ ફરિયાદ આપી હતી કે, આજે સવારે તેઓ સાત વાગ્યાની આસપાસ શાળાએ આવતા મુખ્ય દરવાજાનું લોક, ઓફિસ, તિજોરીનું લોક અને ધોરણ ૭નાં ક્લાસ રૂમનું લોક, મધ્યાહન ભોજન રૂમનું લોક તૂટેલી હાલતમાં હતું. જેમાં જોતા ઓફિસ અને તિજોરીમાં રહેલી સરકારી ફાઈલ અને કાગળો વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારે મધ્યાહન ભોજનના રૂમમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ૨ ગેસ સિલિન્ડર, 1 તેલનો ડબ્બો અને લગભગ 15 કિલો ઘઉં તથા 15 કિલો ચોખા ભરેલા ડબ્બાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
Published by: kiran mehta
First published: October 26, 2020, 1:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading