અમદાવાદ : ગુજરાત કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત, કારણ અકબંધ

News18 Gujarati
Updated: November 20, 2019, 11:40 AM IST
અમદાવાદ : ગુજરાત કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત, કારણ અકબંધ
ગુજરાત કોલેજ (ફાઇલ તસવીર)

આપઘાતના એક દિવસ પહેલા જ યુવક પરીક્ષા આપવા માટે આવ્યો હોવાની માહિતી મળી.

  • Share this:
અમદાવાદ: શહેરની જાણીતી ગુજરાત કોલેજની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમ આવી છે. આ વિદ્યાર્થીએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે બાબતને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા જ તે પરીક્ષા આપવા માટે આવ્યો હોવાની માહિતી પણ પોલીસને મળી છે.

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની હોસ્ટેલમાં એક યુવકે આપઘાત કર્યો હોવાનો મેસેજ મળતા જ એલિસબ્રિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા મૃતક વિદ્યાર્થીનું નામ વિરમ ભાટિયા હોવાનું સામે આવ્યું હતું. વિરમ આપઘાતના એક દિવસ પહેલા જ પરીક્ષા આપવા માટે આવ્યો હોવાનું માલુમ પડ્યું છે.

આપઘાત કરી લેનાર 19 વર્ષીય યુવક મૂળ સુરેન્દ્રનગર શહેરનો હોવાનું સામે આવ્યું છે. વિરમ હોસ્ટેલમાં કાયદેસર રૂમ રાખીને રહ્યો હતો. એટલું જ નહીં વિરમે અન્ય વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે જ આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે જણાવ્યું છે કે હાલ વિરમની લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીએ પરીક્ષાના ભાર કે કોઈ અન્ય કારણથી આપઘાત કર્યો છે તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: November 20, 2019, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading