અમદાવાદઃ પીઝા ખાવાની ઈચ્છા રૂ. 45 હજારમાં પડી, ખોખરાના યુવકને થયો કડવો અનુભવ


Updated: May 29, 2021, 4:00 PM IST
અમદાવાદઃ પીઝા ખાવાની ઈચ્છા રૂ. 45 હજારમાં પડી, ખોખરાના યુવકને થયો કડવો અનુભવ
પ્રતિકાત્મક તસવીર

ફરિયાદી ના દીકરા ને પીઝા ખાવાની ઈચ્છા થાય ઓનલાઇન ઓર્ડર કરવા માટે ગૂગલ માંથી સર્ચ કરીને નંબર મેળવ્યો હતો. 

  • Share this:
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમ (cyber crime) કરતા ગઠીયા ઓનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ નવી નવી મોડસ ઓપરેન્ડીથી (Modus operandi) અનેક લોકો સાથે ઠગાઈના વિચિત્ર કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ખોખરામાં (khokhara) એક યુવાનને પીઝા (Pizza) ખાવાની ઈચ્છા રૂપિયા 45 હજારમાં પડી છે.

ખોખરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઇ પટેલએ ખોખરા પોલીસ સ્ટેશનમાં (Khokhara police station) ફરિયાદ નોંધાવી છે કે તેમનાના દીકરાને પીઝા ખાવાની ઈચ્છા થાય તેણે ગૂગલ પર સર્ચ કરીને મણિનગરમાં આવેલ લાપીનોઝ પીઝાનો ઓનલાઇન ઓર્ડર માટેનો એક મોબાઇલ નંબર મેળવ્યો હતો.

જેના પર ફોન કરતા સામે વાળી વ્યક્તિએ થોડીવારમાં ફોન કરવા માટે કહ્યું હતું. જો કે થોડીવારમાં સામેથી આ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે ફરિયાદીના મોબાઇલ નંબર પર બે લિંક મોકલી આપી હતી.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે લગાવ્યું જોરદાર ભેજું, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

જેના પર રૂપિયા 10 ટ્રાન્સફર કરવાથી ઓર્ડર બુક થઈ જશે અને બાકીના રૂપિયા સ્ટોર પર આવો ત્યારે ચૂકવવા માટે કહ્યું હતું જો કે ફરિયાદી એ બે લિંક પર ક્રેડિટ કાર્ડ માંથી 10 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.પરંતુ 10 રૂપિયા ટ્રાન્સફર થવાના બદલે થોડી વારમાં રૂપિયા 45 હજાર ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. જે અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા પોલીસએ આ બાબતે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: May 29, 2021, 3:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading