અમદાવાદની લાલબત્તી સમાન ઘટના: નોકરી માટે અજાણી વેબસાઈટ પર ભૂલથી ન કરતા આ કામ નહીં તો રોવાનો આવશે વારો

News18 Gujarati
Updated: August 11, 2021, 8:30 AM IST
અમદાવાદની લાલબત્તી સમાન ઘટના: નોકરી માટે અજાણી વેબસાઈટ પર ભૂલથી ન કરતા આ કામ નહીં તો રોવાનો આવશે વારો
પ્રતીકાત્મક તસવીર

Online Job Fraud: 1.46 લાખ ભરીને એક વ્યક્તિએ નોકરી મેળવવા એપ્લાય કર્યું, ગઠિયાઓ રિફંડના નામે 10 રૂ. ભરાવી 98 હજાર સેરવી ગયા.

  • Share this:
Online Job Fraud: હાઈટેક યુગમાં ગઠિયાઓ પણ હાઈટેક ( hitech fraud) બની ગયા છે. શહેરમાં ઓનલાઈન ફ્રોડના (Online fraud) કિસ્સા વધી રહ્યા છે. લોકોએ હાઈટેક યુગમાં ચેતવું હવે જરૂરી બન્યું છે. આવું એટલે કહેવું પડે છે કેમકે, લોકો લાલચુ બનતા ઠગબજોની જાળમાં ફસાઈ જાય છે અને નાણાં ખોવાનો વારો આવે છે. અનેક વાર પોલીસ અધિકારીઓએ પણ લોકોને ચેતવ્યા છે, છતાંય લોકો લાલચમાં આવીને પોતાના નાણાં ગુમાવી બેસે છે. આવી જ એક ફરિયાદ અમદાવાદમાં (Ahmedabad) નોંધાઈ છે, જેમાં એક વ્યક્તિ નોકરી કરતા હોવા છતાં તેમણે એક વેબસાઈટ પર નોકરી શોધવા માટે એપ્લાય કર્યું હતું. 1.46 લાખ તો ભર્યા જ હતા પણ નોકરી ન મળતા વેબસાઈટના નામે ઠગબજોએ ફોન કરી નાણાં રિફંડ કરવાનું કહી પ્રોસેસના નામે 10 રૂ. ભરવાનું કહીને 98 હજાર સેરવી લીધા હતા.

અમદાવાદના ગોતામાં રહેતા 36 વર્ષીય રીતેશભાઈ શ્રીમાળી એક કંપનીમાં સિક્યોરિટી એન્ડ લોસ પ્રિવેંશન વિભાગમાં નોકરી કરે છે. દોઢેક વર્ષ પહેલા તેઓએ SHINE.COM નામની વેબસાઈટ પર નોકરી મેળવવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં તેઓ નોકરી માટે સતત વેબસાઈટ તપાસતા અને કસ્ટમર કેરમાં ફોન કરી સંપર્ક સાધતા હતા.

આ પણ વાંચો : અમદાવાદનો વેપારી નાઈજિરિયન ગેંગનો શિકાર બન્યો: કેન્સરની દવાના ધંધાના નામે મસમોટી છેતરપિંડી

થોડા દિવસ પહેલા આ વેબસાઈટ કંપનીના નામે એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને જણાવ્યું કે, તમને નોકરી ન મળતા તમારું પેમેન્ટ રિફંડ કરાશે. જે પેમેન્ટ બે હપ્તામાં રિફંડ કરાશે. જેના માટે SHINE SERVICES.INFO નામની વેબસાઈટ પર ફોર્મ ભરી 10 રૂ. ઓનલાઈન ભરતા પેમેન્ટ રિફંડ મળી જશે તેવી વાત કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં હજી 44% વરસાદની ઘટ, જાણો ક્યારે ધોધમાર વરસાદની છે આગાહી

રીતેશભાઈએ આ રીતે વેબસાઈટ પર વિઝીટ કરી એક બાદ એક ફોર્મ અને વિગતો ભરી હતી. બાદમાં 10 રુપિયા ભરવાનું ઓપશન આવ્યું અને તેમાંય ઓનલાઈન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી નાણા ભરવાનું ઓપશન આવતા તેઓએ 10 રૂ. નું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. જે 10 રૂ. ભર્યા બાદ અચાનક 98 હજાર કપાઈ જતા તેઓએ જે નમ્બરથી ફોન આવ્યો તે વ્યક્તિને ફોન કરતા ટેક્નિકલ એરર આવી હોવાનું જણાવી પરત પૈસા મળી જશે તેવી વાત કરી હતી.જે બાદ પૈસા જમા થવાના બદલે ડેબિટ થઈ ગયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં 24 કલાક સુધીના સમયમાં પૈસા પરત ન મળતા ફરી રીતેશભાઈએ ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો. જેથી તેઓએ આ અંગે ફરિયાદ નોંધાવતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Kaushal Pancholi
First published: August 11, 2021, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading