અમદાવાદ : અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો, નહિ તો તમારા ખિસ્સા થઈ જશે ખાલી


Updated: January 18, 2021, 2:01 PM IST
અમદાવાદ : અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો, નહિ તો તમારા ખિસ્સા થઈ જશે ખાલી
શાહીબાગ પોલીસ મથકમાં આ અંગે ડૉક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારના ડૉક્ટરને સાયબર ચિટીંગનો અનુભવ થયો, રકમ ખૂબ નાની હોવા છતાં તેમણે ફરિયાદ કરી, લોકો જાગૃત નહીં થાય તો મોટી છેતરપિંડીઓ થવાની આશંકા

  • Share this:
  અમદાવાદ: મોબાઈલ ફોનમાં જો ગૂગલ (Google) પર સર્ચ કરતા હોવ અને અજાણી કોઈ લિંક હોય તો તેના પર ક્લિક કરતા 100 વાર વિચાર કરજો. કારણકે તેના પર ક્લિક કરતા જ તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. સ્ક્રેચ એન્ડ વિનના (Scratch and Win) નામે લિંક પર ક્લિક કરતા જ એકાઉન્ટમાં પૈસા આવવાની જગ્યાએ ઉપડી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સાથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે. ડૉક્ટરે (Doctor) એક લિંક પર ક્લિક કરતા તેમના ખાતામાંથી પૈસા ઉપડી ગયા હતા. જોકે, આ પૈસાની રકમ ખૂબ મામુલી છે પરંતુ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આનો શિકાર ન બમને અને કોઈનું મોટું નુકશાન ન થાય તે માટે તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

છેતરપિંડીના આ બનાવની વિગતો એવી છે કે અમદાવાદ શહેરના શાહીબાગમાં રહેતા ડોકટરે મોબાઈલમાં સ્ક્રેચ એન્ડ વિન 499ની લિંક પર ક્લિક કરી સ્ક્રેચ કર્યું હતું. જેમાં એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા બેન્ક એકાઉન્ટ માગ્યું હતું. એકાઉન્ટ સિલેક્ટ કરતા પિન નંબર ડોકટરે નાખ્યો હતો અને ખાતામાંથી રૂ. 499 આવવાની જગ્યાએ ઉપડી ગયા હતા. ડોકટરે આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ખુશખબર! ખુલતી બજારે ફરી સસ્તું થયું સોનું, જાણો 10 ગ્રામના નવા ભાવ

શાહીબાગમાં ડો. રાજેશ ખટવાની પરિવાર સાથે રહે છે. ડો. રાજેશ ગત નવેમ્બર માસમાં ગુગલ પર સર્ચ કરી રહ્યાં હતાં. દરમ્યાનમાં તેમને ફોન પે રિવર્ડની એક લિંક આવી હતી. જેમાં સ્ક્રેચ એન્ડ વિન લખેલું હતું. જેમાં સ્ક્રેચ કરતા you won 499 લખેલું હતું. તેઓ 499 જીત્યા છે અને કલેમ કરવાનું કહેતા સામેથી એક એકાઉન્ટ બતાવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : કરોડોનું ફૂલેકું ફેરવનાર વરાછાના હેતલ જેમ્સના પિતા-પુત્ર ઝડપાયા, 11 પેઢીને ચૂનો ચોપડ્યો હોવાનો આક્ષેપડો. રાજેશે તેમના ફોનમાં બે બેંક એકાઉન્ટ છે જેમાંથી યુનિયન બેકનું એકાઉન્ટ સિલેક્ટ કરી પિન નંબર દાખલ કર્યો હતો. નંબર નાખતા જ ખાતામાંથી રૂ. 499 સામેવાળાના ખાતામાં જમા થઈ ગયા હતા. આ મામલે ડો. રાજેશે સાયબર ક્રાઈમ પોર્ટલ પર અરજી કર્યા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: January 18, 2021, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading