અમદાવાદ : ઓનલાઈન ક્લાસમાં બીભત્સ ચેનચાળા કર્યા, વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા


Updated: April 12, 2021, 8:44 PM IST
અમદાવાદ : ઓનલાઈન ક્લાસમાં બીભત્સ ચેનચાળા કર્યા, વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા
પોલીસે ઇન્દોરથી એક વિદ્યાર્થીની ધરપકડ કરી

પ્રોફેસરે આ વિદ્યાર્થીને પોતાનું નામઠામ પૂછતાં તેણે ખોટું નામ આપ્યું, પોલીસે ઇન્દોરથી એક વિદ્યાર્થીની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : હાલ કોરોના મહામારી વચ્ચે મોટાભાગની સ્કૂલો અને કોલેજો ઓનલાઈન સ્ટડી કરાવી રહી છે. તેવામાં ખ્યાતનામ એવી નિરમા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો ઓનલાઈન કલાસ ચાલી રહ્યો હતો. તેમાં એક શખ્સે બીભત્સ ચેનચાળા કરતા વિદ્યાર્થીઓ ડઘાઈ ગયા હતા. આ મામલે પ્રોફેસરે આ વિદ્યાર્થીને પોતાનું નામઠામ પૂછતાં તેણે ખોટું નામ આપ્યું હતું. પણ આ અંગે સાયબર ક્રાઇમે તપાસ કરતા તે શખ્સ કેનેડા હોવાનું સામે આવ્યું હતું. પણ તેને આઈડી આપનારની ભાળ મળતા પોલીસે ઇન્દોરથી એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે.

શહેરની નિરમા યુનિવર્સિટીના લો ફેકલ્ટીના પ્રોફેસર ડો. પ્રણવ સારસ્વત કોર્પોરેટ એકાઉન્ટીન્ગનો લેક્ચર ઓનલાઈન ઝૂમ એપ્લિકેશન દ્વારા લઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણી વ્યક્તિએ યૂઝર આઈડી અને પાસવર્ડ મેળવી લીધો હતો અને તેમાં જોડાઈ બીભત્સ ચેનચાળા કર્યા હતા. ઓનલાઈન ભણાવનાર પ્રોફેસરે આ વ્યક્તિને તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ ફેઝાન બક્ષી જણાવી બીભત્સ ગાળો ભાંડી હતી. જેથી પ્રોફેસરે આ વ્યક્તિને એપ્લિકેશનમાંથી રિમુવ કર્યો હતો. કોઈ વિદ્યાર્થીએ ઓનલાઈન રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી ખાતે ફરિયાદ આપતા જે પત્ર તેઓને તેઓની યુનિવર્સિટીમાં આવતા તે આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો - અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચે ગોવા રબારીના સાગરીત સંજય દેસાઈની ધરપકડ કરી, 5 બંદૂક અને 52 કારતૂસ કબ્જે કર્યા

સાયબર ક્રાઇમની ટીમે સાયબર એનાલિસિસ કરતા આ શખ્સ મધ્યપ્રદેશના ઇન્દોરનો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસની ટીમે ઇન્દોર ખાતે પહોંચી હિમાંશુ ખંડેલવાલની ભાળ મેળવી હતી. આ શખ્સે એપ્લિકેશનમાં પોતાનુ નામ ફેઝાન બક્ષી રાખી આઈડી બનાવ્યું હતું.

આ હિમાંશુ હાલ કેનેડાના વેનકુવર જતો રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ઝૂમ એપ્લિકેશનની લિંક તેના મિત્ર પલ્લવ અરગલે હીમાંશુને આપ્યું હોવાનું સામે આવ્યું હતું. આ પલ્લવ નિરમા યુનિવર્સિટીમાં બીકોમ એલ.એલ.બી સેમ 4 માં અભ્યાસ કરતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
Published by: Ashish Goyal
First published: April 12, 2021, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading