અમદાવાદ : પટાવાળાની વિકૃત હરકત, વોશરૂમમાં આવતી મહિલાનો વીડિયો ઉતારવા ગુપ્ત સ્થાને છુપાવ્યો હતો ફોન


Updated: April 20, 2021, 4:27 PM IST
અમદાવાદ : પટાવાળાની વિકૃત હરકત, વોશરૂમમાં આવતી મહિલાનો વીડિયો ઉતારવા ગુપ્ત સ્થાને છુપાવ્યો હતો ફોન
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી

મહિલાને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તે હેબતાઈ ગઈ અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી

  • Share this:
અમદાવાદ : શો રૂમમાં ચેન્જિંગ રૂમ હોય કે જાહેર શૌચાલય આવી જગ્યાએથી મોબાઈલ અને સ્પાય કેમેરા મળી આવ્યા હોય તેવી ઘટના બની છે. પરંતુ ખાનગી કંપનીના શૌચાલયમાં ગુપ્ત જગ્યાએ મોબાઈલ મુકી મહિલાનો વીડિયો રેકોર્ડ કર્યાની ઘટના સામે આવી છે. જે અંગે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

શહેરમાં રહેતી એક મહિલા વિચિત્ર કિસ્સાનો ભોગ બની છે. આ મહિલાને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તે હેબતાઈ ગઈ અને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ કિસ્સો સાંભળીને ચોકી ગઈ હતી. આખરે પોલીસે ગંભીરતા દાખવી મહિલા સાથે બનેલી ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેની જ નોકરીની જગ્યાએ કામ કરતા એક વ્યક્તિ સામે અરજી કરી હતી અને પોલીસે તપાસ કરતા પુરાવાના આધારે ફરિયાદ નોંધી આરોપી મોહન મારવાડીની ધરપકડ કરી છે. આરોપી નરોડા ખાતે આવેલી લોખંડની ટ્રેડીંગ કંપનીમાં પટાવાળા તરીકે કામ કરતો હતો. પરંતુ તેની હરકત વિકૃત હતી. જેથી પોલીસે તેની વિરુદ્ધ કાયદાકિય પગલા ભર્યા છે.

આ પણ વાંચો - રાહુલ ગાંધી કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને કહ્યું- કોવિડના હળવા લક્ષણો

બનાવની વાત કરીએ તો 17 એપ્રિલના રોજ મોહન મારવાડીએ કંપનીના શૌચાલયમાં ગુપ્ત રીતે એક મોબાઈલ છુપાવ્યો હતો. જે મોબાઈલ કંપનીના મહિલા કર્મચારીના હાથે લાગ્યો અને તેમાં મહિલાનો પણ વીડિયો રેકોર્ડ થયો હોવાનુ સામે આવ્યું હતું. જેથી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

શૌચાલયમાં છુપાવેલા મોબાઈલની હકિકત સામે આવતા મોહન મોબાઈલ ઝુંટવી ફરાર થઈ ગયો હતો. જોકે કંપનીના સિક્યુરીટીએ તેને ઝડપી પોલીસને સોંપ્યો છે. પોલીસે અરજીના આધારે મોબાઈલ કબ્જે કરી તપાસ કર્યા બાદ વીડિયો રેકોર્ડ હોવાનુ સામે આવ્યુ છે. જેથી મોહનની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય કોઈ વીડિયો રેકોર્ડ કર્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
Published by: Ashish Goyal
First published: April 20, 2021, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading