અમદાવાદ રેલવે મંડળનો મહત્વનો નિર્ણય, હવે આટલા રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ


Updated: November 24, 2021, 7:58 PM IST
અમદાવાદ રેલવે મંડળનો મહત્વનો નિર્ણય, હવે આટલા રૂપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકિટ
અમદાવાદ રેલવે સ્ટેશનની ફાઈલ તસવીર

Ahmedabad news: કોરોનાની મહામારીમાં (coronavirus pandemic) રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ધસારને નિયંત્રણ કરવા માટે પશ્ચિમ રેલવેના (Western Railway) દ્વારા રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરીને (Increase ticket prices) 50 કરી દેવામાં આવ્યા હતા.

  • Share this:
અમદાવાદઃ એક પરંપરા રહી છે સ્વજનો બહાર જતા હોય ત્યારે તેને રેલવે સ્ટેશન (railway station) કે બસ સ્ટેશન (bus station) પર છોડવા માટે જતા હોય છે. પરંતુ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ (Platform tickets at the train station) લેવી પડે છે.જો કે કોરોનાની મહામારીમાં (coronavirus pandemic) રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ધસારને નિયંત્રણ કરવા માટે પશ્ચિમ રેલવેના (Western Railway) દ્વારા રેલવે પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરીને (Increase ticket prices) 50 કરી દેવામાં આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થતા અમદાવાદ રેલવે મંડળ (Ahmedabad railway station) દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરી રેલવેના મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા આ સમયગાળા દરમિયાન રેલ્વે સ્ટેશન મુસાફરોની બિનજરૂરી ઘસારાને નિયંત્રણમાં રાખવા માટે ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો હતો જેના કારણે પ્લેટફોર્મ પર લોકોનો ધસારો ઘટયો હતો અને બિનજરૂરી લોકોની અવરજવર ઓછી થઈ હતી કોરોના ના કેસ ઘટતા અને પરિસ્થિતિ સામાન્ય બનતા અમદાવાદ મંડળ દ્વારા ફરી પ્લેટફોર્મ ટિકિટના દર માં ઘટાડો કરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે

અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, ગાંધીનગર, સામખયાળી, પાટણ, ઊંઝા, સિધ્ધપુર, સાબરમતી, રાણીપ અને સાબરમતી ધરમનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ ના દરમાં ઘટાડો કરી 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે આ તમામ નાનામોટા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરવામાં આવી છે. આજથી દસ રૂપિયા માં પ્લેટફોર્મ ટિકિટ મળશે.

આ પણ વાંચોઃ-જેતપુરઃ ફટાકડા ફોડવાની બાબતમાં યુવકોએ વૃદ્ધ મહિલા પર કર્યો પથ્થર મારો, વૃદ્ધાનું મોત થતાં ચારેય થયા જેલ ભેગા

અમદાવાદ રેલ્વે મંડળના પી.આર.ઓ જીતેન્દ્રકુમાર જયંતિ જણાવ્યું છે કે પશ્ચિમ રેલવે દ્વારા કોરોનાની મહામારી માં પ્રવાસીઓને નિયંત્રણ કરવા માટે પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા કરી દેવામાં આવી હતી જે પરિસ્થિતિ સામાન્ય થતા દસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-ગોધરાઃ ACBએ જેલ સહાયક હિતેશ રબારીને રૂ.400ની લાંચ લેતા રંગેહાથે પકડ્યો, રૂ.500 લઈ રૂ.100 આપ્યા હતા પાછાહવે નોર્મલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે જેના કારણે પ્રવાસીઓને રાહત મળી શકે તે માટે રેલવે પ્લેટફોર્મ ટિકિટ દસ રૂપિયા કરવામાં આવી છે. પ્લેટફોર્મ ટિકિટ 10 રૂપિયા કરી દેવાથી પોતાના સ્વજનોને ટ્રેન સુધી પહોંચાડવા સરળતા રહેશે..ખિસ્સા પર બોજો ઓછો પડશે.
Published by: ankit patel
First published: November 24, 2021, 7:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading