PDPUનો દિક્ષાંત સમારોહ : PM મોદીએ કહ્યું, 'ગુજરાતની વીજળી ક્ષેત્રની સિદ્ધી પરિવર્તનનું ક્ષેષ્ઠ ઉદાહરણ'

News18 Gujarati
Updated: November 21, 2020, 12:03 PM IST
PDPUનો દિક્ષાંત સમારોહ : PM મોદીએ કહ્યું, 'ગુજરાતની વીજળી ક્ષેત્રની સિદ્ધી પરિવર્તનનું ક્ષેષ્ઠ ઉદાહરણ'
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

વડાપ્રધાન મોદીએ કહ્યું, 'વિતેલા દાયકાના યુવાનોએ દેશ માટે જિંદગી ખપાવી, તમે આત્મનિર્ભર ભારત માટે જીવો'

  • Share this:
અમદાવાદ સ્થિતિ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU)નો આજે દિક્ષાંત સમારોહ યોજાશે.આ દિક્ષાંત (Convocation of PDPU) સમારોહને વડાપ્રધાન મોદી (PM Modi) અને રિલાયન્સના ચેરમેન અને પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના પ્રમુખ મુકેશ અંબાણી (Mukesh Ambani) એ વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા છે.

આ દિક્ષાંત સમારોહને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ' દેશ ખૂબ મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વપૂર્ણ છો, તમારા જીવનનો પણ આ મહત્ત્વપૂર્ણ તબક્કો છે, વિતેલા દાયકાના યુવાનોએ દેશની આઝાદી માટે જિંદગી ખરપાવી દીધી ત્યારે દેશને આઝાદી મળી. તમારે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમારી જિંદગી જીવવાની છે. આ વિશ્વમાં સફળતાનો એક જ મંત્ર છે, જવાબદારી લેતા શિખો. જે વ્યક્તિ જીવનમાં ભારમાં જીવે છે, તે કાયમ ભાર તળે દબાયેલો રહે છે, જે જવાબદારી લે છે કામ કરે છે તે સફળ થાય છે.”


આ પણ વાંચો :  PDPUનો દિક્ષાંત સમારોહ : મુકેશ અંબાણીએ કહ્યુ,'કોવિડમાંથી પણ ભારત શક્તિશાળી બની બહાર નીકળશે'

ગુજરાતની વીળી ક્ષેત્રની સિદ્ધી પરિવર્તનનું શ્રેષ્ઠ ઉદાહરણ

વડાપ્રધાન મોદીએ આ તબક્કે ગુજરાતના વીજળી ક્ષેત્રની સિદ્ધીના કાર્યને વિદ્યાર્થી સમક્ષ વર્ણવ્યું, તેમણે કહ્યું કે 'હું 20 વર્ષ પહેલાં મુખ્યમંત્રી બન્યો ત્યારે રાજ્યમાં 24 કલાક વીજળી નહોતી અપાતી. મને જેટલા લોકો સર્કિટ હાઉસમાં મળવા આવતા હતા તે એવું જ કહેતા કે તમે મુખ્યમંત્રી બનો તો વીજળી 24 કલાક અપાવજો. હું ખેતી અને ઘરગથ્થુ વીજળીને અલગ કરવા માંગતો હતો. અધિકારીઓનો આ મામલે સ્પષ્ટ ઇન્કાર હતો. મેં જવાબદારી ઉપાડી અને 1000 દિવસનો કાર્યક્રમ બનાવ્યો, અમે સતત કામ કર્યુ અને ગુજરાતને વીજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું.”આ પણ વાંચો :  Ahmedabad Curfew : બહારથી આવેલા મુસાફરો સનાથલ ચોકડીએ રઝળી પડ્યા, કર્ફયૂએ ક્યાંયના ન રાખ્યા!

ભારત કોવિડમાંથી શક્તિશાળી બની બહાર નીકળશે : મુકેશ અંબાણી

દિક્ષાંત સમારોહના પ્રારંભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધન કર્યુ હતું. આ સમારોહમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંબોધતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે 'પીડીપીયુ નરેન્દ્રભાઈના આત્મનિર્ભર ભારતના સ્વપ્નની ફળશ્રૃતિ છે. ભારતને ઉર્જા શિક્ષણમાં આત્મનિર્ભર બનાવવા માટેનો આ પ્રયાસ છે. આપણે ફક્ત 14 વર્ષ જૂના જ છીએ છતાં રાષ્ટ્રીય સ્તરથી લઈને વૈશ્વિક ફલકે આપણે પ્રગતિ કરીશું. ” તેમણે ઉમેર્યુ કે આગામી સમય ભારતનો છે, કોવિડ પછી દાયકામાં ભારત વિશ્વની ટોચના ત્રણ અર્થતંત્રમાનું એક હશે.

મુકેશ અંબાણીએ ઉમેર્યુ કે “શું આપણે પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ. આગામી સમયમાં ભારતની ઉર્જાની માંગ પુરી કરવા માટે અને પર્યાવરણની જાળવણી કરવા માટે આપણે ઉર્જા ક્ષેત્રની અંદર અનેક નવા સંશોધન કરવા પડશે. હું વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવું છું કે તમે સાચા ક્ષેત્રમાં કરિયરનો માર્ગ પસંદ કર્યો છે.”
Published by: Jay Mishra
First published: November 21, 2020, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading