અમદાવાદ : 2021માં મર્ડર, લૂંટ જેવા ગંભીર ગુનામાં ફરાર 296 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી


Updated: June 4, 2021, 9:27 PM IST
અમદાવાદ : 2021માં મર્ડર, લૂંટ જેવા ગંભીર ગુનામાં ફરાર 296 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી
પ્રતિકાત્મક તસવીર

પેરોલ જંપ કરીને અથવા તો કોઈ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની પોલીસની ઝુંબેશ જાણે કે રંગ લાવી હોય તેમ લાગી રહ્યું છે

  • Share this:
અમદાવાદ : રાજયમાં ગુનાખોરી ડામવા માટે રાજ્યના પોલીસ વડા દ્વારા ખાસ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની ઝુંબેશ રાખી હતી. અમદાવાદ શહેરમાં પણ અનેક એવા ખૂંખાર આરોપીઓ કે જે પેરોલ જંપ અથવા તો અન્ય કોઈ ગુનામાં નાસતા ફરતા હતા. પોલીસે આવા ગુનેગારો સામે લાલ આંખ કરીને સંખ્યાબંધ લોકોને ઝડપી પાડયા છે.

પેરોલ જંપ કરીને અથવા તો કોઈ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની પોલીસની ઝુંબેશ જાણે કે રંગ લાવી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીને કારણે 2021માં મર્ડર, લૂંટ જેવા ગંભીર ગુના સહિતમાં ફરાર 296 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

લૂંટના 15 આરોપીઓ, આર્મ્સ એકટના 14 આરોપીઓ, એનડીપીએસ એકટના 3 આરોપીઓ, ઘરફોડ ચોરીના 15 આરોપીઓ, ચેઇન સ્નેચિંગના 6 આરોપીઓ, ચોરીના 38 આરોપીઓ, જુગારના 8 આરોપીઓ, પ્રોહીબિશનના 58 આરોપીઓ, બનાવટી દસ્તાવેજના 34 આરોપીઓ, શરીર સંબંધી 36 આરોપીઓ અને અન્ય ગુનાઓના 15 આરોપીઓ સહિત કુલ 296 આરોપીઓને પકડવામાં પોલીસ સફળ નીવડી છે.

આ પણ વાંચો - નર્મદા : બાબાનો દાવો મંત્રથી અનેક લોકોને કોરોનાથી સાજા કર્યા! જુઓ વીડિયો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેરોલ મેળવીને ફરાર આરોપીની સામે કડક કાર્યવાહી કરતા લતીફ ગેંગના બે મહત્વના સાગરીતો જે રાધિકા જીમખાના હત્યાકાંડમાં સાબરમતી જેલમાં આજીવન કેદ ભોગવતો હતો તે આરોપી મુસરફ પઠાણની દરિયાપુરથી ધરપકડ કરી છે. તો અન્ય એક આરોપી જેને રુઉફવલ્લીની જાહેરમાં હત્યા કરી હતી. તે આરોપી ઇકબાલ હુસેન લાલા ધોબીની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ લતીફ ગેંગના સાગરીત હતા અને જેલમાંથી પેરોલ પર બહાર આવીને ફરાર હતા.
ખૂંખાર આરોપીઓ પેરોલ પર બહાર આવીને પેરોલ જંપ કરી કોઈ ઘટનાને અંજામ આપે તે પહેલાં પોલીસ તેમને સફળતા પૂર્વક પકડી લેતી હોય છે. આખરે તો આરોપીઓની ચાલાકી લાંબો સમય ચાલતી નથી અને આખરે જેલમાં જ જવું પડે છે.
Published by: Ashish Goyal
First published: June 4, 2021, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading