'પુષ્પા.. ફલાવર નહીં ફાયર હૈ...', ડાયલોગ્સની પોપ્યુલરિટી કે માસ હિસ્ટીરિયા? જાણો શું કહી રહ્યા છે મનોચિકિત્સક


Updated: January 25, 2022, 8:05 PM IST
'પુષ્પા.. ફલાવર નહીં ફાયર હૈ...', ડાયલોગ્સની પોપ્યુલરિટી કે માસ હિસ્ટીરિયા? જાણો શું કહી રહ્યા છે મનોચિકિત્સક
પુષ્પા ફિલ્મ ડાયલોગનો જાદુ પોપ્યુલારીટી કે પછી માનસિક રોગ?

પુષ્પા ફિલ્મ (Pushpa Film) ના સોંગ્સ અને ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની ડાયલોગ્સ (Pushpa Film Dialogues) ડીલીવરીનો જાદુ એ રીતે છવાયેલો જોવા મળ્યો છે કે હાલ યુવાનોમાં તેની ઘેલછા જોવા મળી રહી છે. જોકે આ સ્થતિને મનોચિકિત્સકો (psychiatrist) માસ હિસ્ટીરિયા (Mass Hysteria) ગણાવી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ : પુષ્પા... ફ્લાવર નહિ ફાયર હૈ... હોય કે પુષ્પા.. પુષ્પરાજ મેં ઝુકેગા નહિ સાલા જેવા ડાયલોગ્સની વાત હોય કે પછી શ્રીવલી વાળા સોન્ગની વાત હોય. આજકાલ સાઉથની બનેલી મુવી અને હાલમાં હિન્દીમાં પ્રસ્તુત થયેલી મુવી પુષ્પાનો જાદુ યુવાનોમાં કંઈક અલગ રીતે જ છવાયેલો જોવા મળી રહ્યો છે. પુષ્પા મુવીમાં સોંગ્સ અને ફિલ્મના હીરો અલ્લુ અર્જુનની ડાયલોગ્સ ડીલીવરીનો જાદુ એ રીતે છવાયેલો જોવા મળ્યો છે કે હાલ યુવાનોમાં તેની ઘેલછા જોવા મળી રહી છે. જોકે આ સ્થતિને મનોચિકિત્સકઓ માસ હિસ્ટીરિયા ગણાવી રહ્યા છે.

પુષ્પા મુવી ફિલ્મ રસિકોને મનોરંજન પૂરું પાડવામાં એક નંબર સાબિત થઈ

હાલમાં પુષ્પા મુવી ફિલ્મ રસિકોને મનોરંજન પૂરું પાડવામાં એક નંબર સાબિત થઈ છે. તેમાંય  અભિનેતા અલ્લુ અર્જુનની ડાયલોગ ડીલીવરી અને ફાઈટ એકશન લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ઘેરી છાપ છોડી છે. જોકે પુષ્પાના ડાયલોગ્સ અને સોંગ્સની નકલ કરતા વિડિઓ યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં ખૂબ અપલોડ થઈ રહ્યા છે. જોકે જાણીતા સાઈકિયાટ્રિક ડો. પાર્થ વૈષ્ણવ આને માસ હિસ્ટીરિયા ગણાવી રહ્યા છે. માસ હિસ્ટીરિયા એટલે કોઇ એક વ્યક્તિથી એટલા પ્રભાવિત થઈ જવું. એક જ પ્રકારના ટ્રેન્ડ પર ગાડરિયા પ્રવાહમાં દોડી જવું.

લોકોને શોર્ટ કટથી બે કલાકમાં નાનો માણસ મોટો કેવી રીતે બન્યો તે જોવાની મજા આવે છે

સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં લોકોને આ એક પોપ્યુલરિટીનું માધ્યમ લાગતું હોય છે. એટલે કોઈપણ ટ્રેન્ડિંગ કલચર હોય તેને ફોલો કરીશું તો મને લાઇક્સ મળશે તેવું લોકો માનતા હોય છે. લોકોને શોર્ટ કટથી બે કલાકમાં નાનો માણસ મોટો કેવી રીતે બન્યો તે જોવાની મજા આવે છે. દરેક વસ્તુમાં શોર્ટકટ મળતો હોય તેને લોકો ઝડપથી માની લે છે. તેમજ હાલમાં નેગેટિવ રોલ પ્લે કરતું હોય તે મોરલ વેલ્યુવાળા કેરેકટર કરતા વધુ ચાલે છે. બધાને એવું લાગે છે કે ખરાબ થવાથી દુનિયામાં આપણું સારું થશે.

અલ્લુ અર્જુન સુપર સ્ટાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ફિલ્મ નિર્માતાએ પણ કમાલ કરી છેઅલ્લુ અર્જુન સુપર સ્ટાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ફિલ્મ નિર્માતા પણ રિલ્સના જમાનામાં સિમ્પલ મ્યુઝિક સિમ્પલ ડાન્સ આપવા પાછળ નો આશય એ જ હોય છે કે બહુ બધા લોકો એને ફોલો કરશે તેવીજ રીતે ટિપિકલ સ્ટાઇલ અને ડાયલોગ લોકોને આકર્ષે છે. અને લોકો કરી શકે તેવી વસ્તુ બતાવવાની કોશિશ પ્રોડક્શન હાઉસ કરી રહ્યા છે.

આ પણ વાંચોબોલિવૂડ - સાઉથના 7 મોટા સ્ટાર્સે ફૂલ સમજીને 'પુષ્પા'ને નકારી કાઢી હતી, પણ ફાયર નીકળી ફિલ્મ

એટલે આ એક પ્રકારનો માસ હિસ્ટીરિયા છે કે કે મારે તેના જવું થવું છે ય તો મારે ઝડપથી પોપ્યુલર થવું છે, બધા કરે છે તો હું કેમ રહી જઉ. સામાન્ય રીતે કોઈપણ ટ્રેન્ડ ત્રણ દિવસ કે અઠવાડિયાનો હોય આ ટ્રેન્ડ મહિનાનો થવા આવ્યો. હવે તો એક પછી એક સેલિબ્રિટી પણ તેમાં જોડાતા ગયા છે. જેમાં ક્રિકેટર ડેવિડ વોર્નર, રવિન્દ્ર જાડેજા, ધવનનો પણ વિડિઓ સામે આવ્યા છે. આખરે તો સોશિયલ મીડિયામાં પોતાના ફ્રેન્ડ ફોલોઅર્સ વધારવા માટેની આ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.
સંજય ટાંક
Published by: kiran mehta
First published: January 25, 2022, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading