અમદાવાદ : પ્રેમીના કારસ્તાને સગીરાનો જીવ લીધો! મૃત બાળકને જન્મ આપ્યા બાદ સગીરાનું પણ મોત


Updated: August 22, 2021, 9:39 PM IST
અમદાવાદ : પ્રેમીના કારસ્તાને સગીરાનો જીવ લીધો! મૃત બાળકને જન્મ આપ્યા બાદ સગીરાનું પણ મોત
પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

પ્રેમી યુવકે ત્રણ વખત બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી યુવક અને સગીરા અવાર નવાર મળતા હતા. આ દરમિયાન આરોપી સગીરાને ત્રણ વાર હોટલમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો

  • Share this:
અમદાવાદ : શહેરમાં ફરી એક વખત સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી થતાં તેણે મૃત બાળકને જન્મ આપ્યો. જો કે બાળકના જન્મ બાદ સગીરાનું પણ મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં સગીરાનું મહિનાઓ પહેલાં પ્રેમીએ લાલચ આપી અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે સગીરા ગર્ભવતી થઇ હતી. જો કે, આ મામલે કોઇને જાણ કરી ન હતી. આ દરમિયાન સગીરાને દુઃખાવો થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેની ડિલીવરી થઇ ગઇ હતી. જેમાં મૃત બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ થોડા જ સમયમાં સગીરાનું પણ મોત નિપજ્યું હતું.

આ મામલે ગોમતીપુર પોલીસે આ મામલે તપાસ કરતા પ્રેમી યુવકે ત્રણ વખત બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી યુવક અને સગીરા અવાર નવાર મળતા હતા. આ દરમિયાન આરોપી સગીરાને ત્રણ વાર હોટલમાં લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે, સગીરાને નવ માસનો ગર્ભ હોવા છતાં પરિવારના કોઈ સભ્યને આ બાબતની જાણ ના હતી.

હાલમાં પોલીસએ સગીરાના પ્રેમીની શોધ ખોળ શરૂ કરી છે. અને આરોપી પ્રેમી સામે અપહરણ, બળાત્કાર, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે. જો કે પોલીસે મૃત બાળકના ડીએનએ માટેના પણ સેમ્પલ લીધા છે.

આ પણ વાંચોરાજકોટની કરૂણ કહાની: 100 દિવસથી પિતા કોમામાં, પુત્ર પેટ પર રમી રહ્યો, પુત્રી રોજ પિતાને ઉઠાડવાનો પ્રયાસ કરે છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રોજે રોજ સગીરાઓ સાથે બળાત્કારની ઘયના સામે આવી રહી છે. સરકાર દ્વારા કડક કાયદો બનાવ્યા બાદ પણ સગીરા અને મહિલાઓ સાથેના અત્યાચારના મામલા ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા.
Published by: kiran mehta
First published: August 22, 2021, 9:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading