અમદાવાદ : પરીણિત પ્રેમીએ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા, 15 તોલા દાગીના પણ પડાવ્યા
Updated: January 15, 2022, 4:15 PM IST
સગીરાના પિતાએ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી (પ્રતિકાત્મક તસવીર)
Ahmedabad news : પરિણીત પ્રેમીએ સગીરાને ચોરીના રવાડે ચઢાવી, સગીરાના ઘરમાંથી દાગીના ગાયબ હોવાની જાણ થતા સમગ્ર બાબત પરથી પરદો ઉચકાયો
અમદાવાદ : શહેરના (Ahmedabad)પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક સગીરાના પિતાએ એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. હકીકત એવી છે કે આ સગીરા ત્રણેક વર્ષથી એક પરિણીત યુવકના પ્રેમમાં હતી. આ યુવક તેને લગ્નની લાલચ આપતો અને બાદમાં મકાન લેવા માટે પૈસાની માંગણી કરતો હતો. સગીરા તેને પૈસાની જગ્યાએ પોતાના જ પિતા અને કાકાના ઘરમાંથી દાગીના ચોરી કરી આપતી હતી. અવાર નવાર આરોપી પોતાના સ્ટુડિયો અને પાર્કિંગમાં કારમાં આ સગીરા સાથે બળાત્કાર (Rape)ગુજારતો હતો. ઘરમાં દાગીના ગાયબ હોવાની તપાસમાં બળાત્કારની ઘટના પણ સામે આવતા આખરે પોલીસ ફરિયાદ (Police complaint)નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
વાસણામાં રહેતા 57 વર્ષીય આધેડને ચાર દીકરીઓ અને એક દીકરો છે. ત્રણ દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે જ્યારે 17 વર્ષની એક દીકરી તેમની સાથે રહે છે. એકાદ વર્ષ પહેલા આ આધેડની મોટી દીકરીને દાગીનાની જરૂર હોવાથી તેઓ દાગીના ઘરે લેવા ગયા હતા. જ્યાં જઈને તિજોરીમાં જોયું તો દાગીના મળી આવ્યા ન હતા. જેની શોધખોળ કરવામાં આવી અને તમામ પરિવારજનોની પણ પૂછપરછ કરી પણ દાગીના મળ્યા ન હતા. એકાદ માસ બાદ આ આધેડના ભાઈ કે જે તેમની બાજુમા જ રહે છે તેઓના પણ ઘરમાંથી દાગીના ગાયબ હતા. આમ બન્ને ભાઈઓના ઘરમાંથી દાગીના ગાયબ હોવાની તપાસ શરૂ કરી પણ સફળતા મળી ન હતી.
આ પણ વાંચો - Ahmedabad news: તું નોકરીએથી આવીશ ત્યારે રસ્તા વચ્ચે તને ઉઠાવી લેવડાવીશું, પરિણીતાને જેઠની ધમકીબે દિવસ પહેલા આ આધેડની સગીર વયની દીકરી કોઈ સાથે વાત કરતી હોવાથી તે કોની સાથે વાત કરતી હતી તેવું પૂછતાં તેણે જવાબ આપ્યો ન હતો. બાદમાં સગીરાની માતા અને ભાભીએ યુક્તિથી પૂછતાં તેણે કહ્યું કે કૃષ્ણ નગરમાં રહેતા પ્રશાંત ઉર્ફે ધવલ ચુનારા સાથે તે વાત કરતી હતી. જેની સાથે તે ત્રણ વર્ષથી સંપર્કમાં છે. આરોપી પ્રશાંતે આ સગીરાને તે પહેલાં વાસણા એક સ્કૂલ પાસે મળવા બોલાવી હતી. બાદમાં તેને વૃંદાવન ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપી પ્રેમીએ આ સગીરાને લગ્નની લાલચ પણ આપી હતી. બાદમાં તેને મકાન માટે પૈસાની જરૂર હોવાનું જણાવી આ સગીરા પાસે પૈસા માંગ્યા હતા. જોકે સગીરાએ પૈસા ન હોવાનું કહેતા ઘરેથી દાગીના લાવવા પ્રેમીએ કહ્યું હતું.
સગીરાએ એક વાર પ્રેમીને સોનાના દાગીના આપ્યા હતાં. બાદમાં પ્રેમીને તો આદત પડી ગઈ અને અનેક વાર સગીરાને તેના જ ઘરમાંથી ચોરી કરાવી દાગીના મેળવતો રહ્યો હતો. સગીરાએ પોતાના ઘરમાં રહેલા બધા દાગીના પ્રેમીને આપ્યા અને વધુ દાગીના માંગતા સગીરાએ ઘર વાળા મારશે તેથી હવે નહીં આપે તેવું કહેતા આરોપીએ ધમકી આપી બદનામ કરી નાખવાની ધાક બતાવી હતી. જેથી સગીરાએ તેના કાકાના ઘરે પણ હાથફેરો કરી પ્રેમીને દાગીના આપ્યા હતા.
એક વાર આરોપીએ વૈશાલી ટાઉનશિપ ખાતે સગીરાને પોતાના સ્ટુડિયો પર બોલાવી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ફરીથી પ્રેમીએ દાગીના માંગ્યા અને સગીરા તેને બદનામીના ડરથી અને લગ્નની લાલચમાં આવી દાગીના આપતી રહી હતી. 15 તોલા દાગીના પડાવી આરોપીએ સગીરા પર અનેક વાર દુષ્કર્મ કરતા સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:
Ashish Goyal
First published:
January 15, 2022, 4:15 PM IST