Ahmedabad: "હમ ગુંડે હે ચિલ્લાઓગે તો....." પછી શું થયું કે પોલીસ દોડતી થઈ!

News18 Gujarati
Updated: August 1, 2021, 7:46 PM IST
Ahmedabad:
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad news: પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ ઘરમાથી લુંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ શહેર (Ahmedabad news) નજીકના બોપલ વિસ્તારમાં (Bopal area) લોકો હવે ઘરમાં પણ સુરક્ષીત નથી. કારણ કે પરિવારને આશરે 1 કલાક બંધક બનાવી 4 લુંટારૂઓએ (Robbers) ઘરમાથી લુંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા ઘાતક હથિયારો વડે તેમના પર હુમલો (attack on man) પણ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ તપાસમાં લુંટારુ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બોપલ પોલીસે (Bopal police) આ અંગે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસની (Rural police) મદદથી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે.

શહેરના છેવાડે આવેલા બોપલ ના ઇસ્કોન ગ્રીન બંગ્લોમાં ગત મોડી રાતે ધાડનો બનાવ બન્યો હતો. લોંખડના સળીયા, છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘરમા રહેલા પરિવારને બાનમાં લઈ લુંટારુઓએ લુંટને અંજામ આપ્યો હતો. આશરે 1 કલાક ઘરમાં રહ્યા બાદ પરિવાર પર હુમલો કરી 50 તોલા સોનુ, 5 કિલો ચાંદી, રોકડ રકમ અને મોબાઈલ, ટેબ્લેટની લુંટ ચલાવી હતી. પરિવારે પ્રતિકાર કરતા લુંટારુઓએ લોખંડ સળિયા વડે હુમલો કર્યો હતો. બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પીઆઇ પી ડી સોલંકીએ જણાવ્યું છે.

આ ઘટનામાં લુંટારૂ ટોળકી લુંટને અંજામ આપી ફરાર થયા બાદ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ છે. ગ્રામ્ય એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો આરોપીની શોધખોળમાં લાગી છે. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોઈ શકે છે. કારણ કે ઘરના મુખ્ય દરવાજા પર ડીજીટલ લોક હતુ. માટે જ આરોપી એ મુખ્ય દરવાજાને નુકશાન પહોચાડ્યા સિવાય બાજુમાં રહેલ લોખંડની ગ્રીલ કાપી પ્રવેશ કર્યો હતો. ઉપરાંત જે રૂમમા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ હતી તે રૂમમાં જ લુંટ કરવામા આવી છે. જેથી પોલીસને શંકા છે કે, આરોપીને સંપુર્ણ માહિતી આપવામાં આવી છે. અથવા જાણભેદુ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશ

લૂંટ કરવા આવેલી ટોળકીના ચાર આરોપીઓ કાળા કલરની બેગ લઇ લૂંટ કરવા આવ્યાં હતાં. લૂંટારૂઓ માસ્ક પહેર્યા વગર અને હાથમાં તીક્ષ્ણ હથિયાર વડે ઘરમાં ઘૂસ્યા હતાં અને છરીની અણીએ દપઁતિને સોના ચાંદીના દાગીના અને રોકડ સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા. લુટારુઓ પોતાના ચપ્પલ અને એક રૂમાલ બાંધીને આવ્યા હતા જે મૂકી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ માં ત્રણ શખ્સ ગુજરાતી ભાષા બોલતા હતા અને એક આરોપી હિન્દી બોલતો હતો.આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

જેણે બંધક બનાવેલ દપંતિ ને કહ્યુ કે "હમ ગુંડે હૈ ચીલ્લાઓગે તો માર દેગે" કહી ઇજા કરી લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ ભગવાનના મંદિરમાં રહેલ ચાંદીના સિક્કા પણ લઈ લીધા હતા. ફરિયાદીના પતિ કાજલ વેકરીયા પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા તેના પર હુમલો કર્યો હતો જે બાદ ગળામાં પહેરેલો સોનાનો ચેઇન પણ ખેંચી લીધો. જેના કારણે કાજલ વેકરીયા ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. પણ આ ગંભીર બનાવથી નાઇટમાં પોલીસ પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થયા છે અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહત્વનુ છે કે સોસાયટીમાં સિક્યુરીટી અને સીસીટીવી બન્ને હાજર છે. ઉપરાંત દરવાજે ડિઝિટલ લોક પણ મારેલુ હતુ તેમ છતાં લુંટારુ કેવી રીતે લુંટ કરી ફરાર થઈ ગયા તે અંગે પોલીસ પણ મુંજવણમાં છે. ઉપરાંત આરોપી પોતાના કોઈ પુરાવા પણ મુકીને નથી ગયા. જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ અને ચોરીમાં ગયેલા મોબાઈલના લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે આરોપી ક્યારે પકડાય છે અને શુ ખુલાસો થાય છે.
Published by: ankit patel
First published: August 1, 2021, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading