અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, આરોપીઓ નશાના બંધાણી


Updated: June 28, 2021, 9:34 PM IST
અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, આરોપીઓ નશાના બંધાણી
ઓઢવ પોલીસે ગેંગના 5 સાગરીતોને ઝડપી લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

ઓઢવ પોલીસે આકાશ મહેતા, જીતેન્દ્ર મેધવાલ, રાજેશ સોલંકી, પૌરીન પંડ્યા તેમજ સુશાંક ગુપ્તા નામનાં 5 ઈસમોની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ છે. ઓઢવ પોલીસે ગેંગના 5 સાગરીતોને ઝડપી લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઓઢવ પોલીસે આકાશ મહેતા, જીતેન્દ્ર મેધવાલ, રાજેશ સોલંકી, પૌરીન પંડ્યા તેમજ સુશાંક ગુપ્તા નામનાં 5 ઈસમોની ધરપકડ કરી છે. હાલમાં જ વસ્ત્રાલમાં રાતનાં સમયે ચાલવા નીકળેલા બે યુવકોને બાઈક પર આવેલા 4 શખ્સોએ અટકાવીને ગળા પર છરી મુકીને લૂંટ ચલાવી હતી, જે મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે, તેમજ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનાં એક દિવસમાં 3 ગુના નોંધાયા છે.

ઓઢવ પોલીસે વાહનચેકિંગ દરમ્યાન બન્ને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ગણતરીનાં કલાકોમાં ઉકેલી દીધો છે. તમામ આરોપીઓ નશાનાં બંધાણી હોવાથી અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈને નિકળતા અને મુસાફરોની એકલતાનો લાભ લઈને ચપ્પુની અણીયે લૂંટ ચલાવતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યુ કે આરોપીઓ અગાઉ પણ લૂંટના ગુનાઓ આચરી ચૂક્યા છે. ત્યારે પોલીસે આ મામલે રામોલમાં લૂંટમાં લીધેલા મોબાઈલ ફોન તેમજ એલીસબ્રિજ વિસ્તારમાંથી થયેલી બે મોપેડ રિકવર કરી છે.

આ પણ વાંચો - વલસાડ : બેંકને લગાવ્યો લાખોનો ચૂનો, ગ્રાહકોની સિન્ડિકેટ બનાવી એવી ગેમ રમતા કે પોલીસ પણ ચોંકી ગઈ


તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનુ ખુલ્યુ છે. જેમાં સૌથી વધુ ગુના ઓઢવનાં આકાશ મહેતા પર નોંધાયા છે. આકાશ સામે રામોલમાં જુગારનાં કેસમાં, કૃષ્ણનગરમાં સગીરાના અપહરણમાં, નારણપુરામાં ચોરીનાં તેમજ ઓઢવમાં હત્યાનાં પ્રયાસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનુ ખુલ્યુ છે. ત્યારે હાલ તો ઓઢવ પોલીસે આરોપીઓને જેલ હવાલે કરી અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
Published by: Ashish Goyal
First published: June 28, 2021, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading