અમદાવાદ : GLSની વિદ્યાર્થીનીએ ગ્રુપ બદલી નાખતા બબાલ, યુવકના માથામાં કાતર ભોંકી દીધી

News18 Gujarati
Updated: September 19, 2021, 11:45 AM IST
અમદાવાદ : GLSની વિદ્યાર્થીનીએ ગ્રુપ બદલી નાખતા બબાલ, યુવકના માથામાં કાતર ભોંકી દીધી
જીએલએસ કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ યુવ પર કાતરથી હુમલો પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Ahmadabad News : વિદ્યાર્થિનીના કારણે બે ગ્રુપ વચ્ચે બબાલ, યશ નામના યુવકે કાતરના ઘા ઝીંક્યા, યુવકના માથામાં કાતર ફસાઈ જતા ઓપરેશન કરી ટૂકડો કાઢવો પડ્યો!

  • Share this:
અમદાવાદ: કોલેજની લાઇફ ગોલ્ડન સમય ગણવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ સમયમાં મોજ મસ્તી કરતા હોય છે તો સાથે જ પોતાની આખી જિંદગી માટેની કારકિર્દીનું નિર્માણ પણ આ જ સમયમાં કરતા હોય છે. જોકે, કોલેજ કાળમાં ભાઈબંધી દોસ્તી અને ગ્રુપના મુદ્દાઓ ક્યારેક એટલું ગંભીર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જેના પરિણામ ખૂબ માઠા આવતા હોય છે. આવો જ એક ગંભીર કિસ્સો અમદાવાદ શહેરની જીએલએસ કોલેજના વિદ્યાર્થીઓની (GLS collage Students Fight)  બબાલમાં આવ્યો છે. જીએલએસ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે એક વિદ્યાર્થીનીએ (Student of GLS Collage Ahmedabad) ગ્રુપ બદલી નાખવા બાબતે મનદુઃખ રાખી બબાલ (Gorup Clash) થઈ હોવાની ઘટના જી.એલ.એસ કોલેજમાં બની હતી. આ જૂથ અથડામણમાં યશ નામના એક યુવકે એક યુવકના માથામાં કાતર ભોંકી  (Scissors Attack on GLS Student) દીધી હતી. તો પીડિત યુવકના માથે કાતરનો ટૂકડો ફસાઈ જતા ઓપરેશન કરવું પડ્યું હતું.


બનાવની વિગતો એવી છે કે જીએલએસ કોલેજની એક વિદ્યાર્થીનીએ ગ્રુપ બદલી અન્ય યુવકોના ગ્રુપમાં જોડાતા જૂના ગ્રુપના યુવક મિત્રને ગમ્યું નહોતું. જેથી આ તમામ લોકોએ મળવાનું નક્કી થતા ભેગા થયા હતા. ત્યાં યશ નામના યુવકે અન્ય યુવકને માથામાં કાતર (Scissors Attack on GLS Student) મારી દેતા તે લોહીલુહાણ થયો હતો. તેને માથાના પાછળના ભાગે કાતર નો ટુકડો રહી જતા તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે (Police) ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં મિત્રો સાથે રહેતો 20 વર્ષીય યુવક જી.એલ.એસ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનો મિત્ર જુનાગઢથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે આ મિત્રએ યુવકને જણાવ્યું કે કોલેજમાં ભણતી એક વિદ્યાર્થીની અન્ય ગ્રુપમાંથી આપણા ગ્રુપમાં આવી છે, એ સામેના ગ્રુપના યશ ને ગમ્યું નથી. જેથી તે મળવા માંગે છે. જેથી આ યુવક અને યશ બધા મળવા કેન્ટીન પાસે ભેગા થયા હતા. આ બાબતે હજુ ચર્ચા વિચારણા ચાલતી હતી ત્યાં યુવક ના મિત્ર અને યશ વચ્ચે બોલાચાલી થઈ હતી.


બાદમાં યુવતીએ ગ્રુપ બદલવા બાબતે આ યશ આવેશમાં આવી ગયો અને તેણે યુવકના મિત્ર સાથે બબાલ શરૂ કરી તેની સાથે મારામારી કરી હતી. મારમાંથી છોડાવવા જતા જ આ યશ એ ખિસ્સામાંથી કાતર કાઢી યુવકના મિત્રને મારી દીધી હતી.
બાદમાં યશ ભાગવા જાય તે પહેલા જ તેને પકડી પોલીસને જાણ કરી તેને સોંપી દીધો હતો. બીજીતરફ યુવકના મિત્રને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં તેને માથાના પાછળના ભાગે કાતરનો ટુકડો રહી જતા ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું. સમગ્ર બાબતને લઈને નવરંગપુરા પોલીસે યશ શાહ નામના વિદ્યાર્થી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: September 19, 2021, 11:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading