અમદાવાદ : જવેલર્સના વેપારીને લઘુશંકાએ જવું ભારે પડ્યું, નોકર કરોડોના દાગીના લઈ થયો રફુચક્કર


Updated: October 19, 2021, 11:37 PM IST
અમદાવાદ : જવેલર્સના વેપારીને લઘુશંકાએ જવું ભારે પડ્યું, નોકર કરોડોના દાગીના લઈ થયો રફુચક્કર
ફરિયાદીએ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો

Ahmedabad Crime- વેપારી જ્યારે પણ સોનાના દાગીના લઇને અલગ અલગ જવેલર્સમાં બતાવવા માટે જતા ત્યારે નોકરને સાથે લઈ જતા હતા

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad)નરોડા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જવેલર્સના (Jewelers)વેપારીને લઘુશંકાએ જવું ભારે પડ્યું છે. અલગ અલગ જવેલર્સમાં વેપાર અર્થે દાગીના બતાવવા માટે જતા વેપારી રસ્તામાં લઘુશંકા કરવા માટે જતા નોકર દાગીના ભરેલ બેગ અને એક્ટિવા લઈને ફરાર થઈ ગયો છે.

મૂળ રાજસ્થાનના (Rajasthan)અને માણેકચોકમાં (Manekchok)જવેલર્સની દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચીએ નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station)ફરિયાદ દાખલ કરાવી છે કે 16મી ઓકટોબરે બપોરના સમયે તે અને તેમનો નોકર 1 કરોડ 25 લાખની કિંમતના અલગ અલગ ડિઝાઇનના 4 કિલો 625 ગ્રામ સોનાના દાગીના ભરેલ બેગ લઈને નીકળ્યા હતા. જે દાગીનાના સેમ્પલ વેપાર અર્થે કૃષ્ણનગર ખાતે આવેલ અક્ષર જવેલર્સમાં બતાવીને તેઓ નરોડા નવયુગ સ્કુલ રોડ પર આવેલ અંબિકા જવેલર્સ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ વખતે એક્ટિવા ફરિયાદીનો નોકર આનંદ રાજપૂત ચલાવતો હતો.

બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ કૃષ્ણનગર આદિશ્વર કેનાલ પર પહોંચતા ફરિયાદી એક્ટિવા સાઈડ પર પાર્ક કરાવીને લઘુશંકા માટે ગયા હતા. આ સમયે આનંદ રાજપૂત નામનો આરોપી એક્ટિવા અને દાગીના ભરેલ બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો. જોકે ફરિયાદી એ તેનો પીછો કર્યો હતો પરંતુ તે મળી આવ્યો ના હતો. ફરિયાદીએ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

આ પણ વાંચો - અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

જ્યારે ફરિયાદીએ આનંદને નોકરીએ રખાવનાર તેમના જ ગામના ગણેશભાઈ ઘાંચીને ફોન કર્યો હતો. જોકે તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. ફરિયાદીએ તેમના ઘરે તપાસ કરતા તેઓ પણ મળી આવ્યા ના હતા. ગણેશભાઈએ આનંદને અઢી મહિના પહેલા જ નોકરીએ રખાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આનંદ રાજપૂત અને ગણેશ ઘાંચી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોશ વિસ્તારમાં બંગલામાંથી ગેસના બાટલા સહિત રસોડાનો સામાન ચોરી ગયા તસ્કરો

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તસ્કરો અને લૂંટારુઓ પણ જાણે કે દિવાળી સુધારવામાં લાગી ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પોશ ગણાતા સેટેલાઈટ (Satellite area) વિસ્તારમાં એક બંગલામાંથી ગેસ સિલિન્ડર અને વાસણોની ચોરીનો આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો છે. રસોડામાં પડેલ બે ગેસ સિલિન્ડર, એક સ્ટવ, સ્ટીલના તપેલાનો સેટ, ત્રાંશ, તવા, કુકર, બાથરૂમના નળ 6 નંગ અને પંખા સહિત કુલ 20 હાજર રૂપિયાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. હાલમાં સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Ashish Goyal
First published: October 19, 2021, 11:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading