અમદાવાદ : જસ્ટિસ ડી.એ. મહેતા તપાસ પંચના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, આગ મામલે શ્રેય હોસ્પિટલ જ જવાબદાર!


Updated: September 28, 2021, 4:00 PM IST
અમદાવાદ : જસ્ટિસ ડી.એ. મહેતા તપાસ પંચના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, આગ મામલે શ્રેય હોસ્પિટલ જ જવાબદાર!
શ્રેય હોસ્પિટલ આગ મામલો - જસ્ટીટ ડી.એ. મહેતા તપાસ પંચે રીપોર્ટ રજુ કર્યો

નિવૃત જસ્ટિસ ડી એ મહેતા તપાસ પંચના રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારીના કારણે આગના પગલે 8 દર્દીઓના મોત થયા હતા

  • Share this:
અમદાવાદ : શ્રેય હોસ્પિટલમાં આગ કાંડ (Shrey Hospital fire) મામલે નિવૃત જસ્ટિસ ડી એ મહેતા તપાસ પંચ દ્વારા રિપોર્ટ (Justit D A Mehta Investigation Commission Report) વિધાનસભા ગૃહમાં મુકાયો હતો . રીપોર્ટ ઘટસ્ફોટ થયો હતો કે હોસ્પિટલ બેદરકારી કારણે આગના પગલે દર્દીઓના મોત થયા છે. તપાસ પંચ સમક્ષ હોસ્પિટલ માલિક ભરત વિજયદાસજી મહંત સ્વિકાર કર્યો હતો કે, આગની ઘટના માટે અમારો સ્ટાફ ફાયર સાધનો સાથે ટ્રેન ન હતો. આ ઉપરાત આઇ.સી.યુ. (ICU)માં આગ સામે રક્ષણ માટે જે સાધનો લગાવાના હતા તે લગાવાના આવ્યા ન હતા.. આઇ સી યુના ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક સે્ન્સર કે સ્પ્રિંકલરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. હોસ્પિટલ મેનેજમેન્ટ તપાસ પંચ સમક્ષ જવાબ આપ્યો હતો કે, શ્રેય હોસ્પિટલમાં (Shrey Hospital) ફાયર લગતી સાધન સામગ્ર યોગ્ય ફોર્મેન્ટમા લાગી ન હતી.

ઘટસ્ફોટ - પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમના કારણે આગ લાગી હતી

શ્રેય હોસ્પિટલમાં 15 વર્ષ જૂની પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમ હતી. જે પેશન્ટ મોનિટરીગ સિસ્ટમ લાગી હતી તે 5 વર્ષ બાદ એક્સપાયરી થઇ જાય છે છતા ૧૫ વર્ષ સુધી સિસ્ટમ હોસ્ચિટલમા કાર્યરત છે. વર્ષ ૨૦૦૩ -૨૦૦૪ ના રોજ પેસન્ટ મોનિટરીગ સિસ્ટમ ખરીદી કરી હતી. આ ઉપરાત આઇ સી યુના બારી ના કાચ સ્ક્રુ થી ફિટ કરવામાં આવ્યા હતા. જેથી આગ બાદ ધુમાડો અંદર જ રહ્યો, અને દર્દીઓના મોત થયા છે. રીપોર્ટમ્ શ્રેય હોસ્પિટલનું મેનેજમેન્ટ અને ભરત મહંતને ઘટના માટે જવાબદાર ઠેરવ્યા છે. મહત્વપૂર્ણ છે કે, ૬ ઓગષ્ટ ૨૦૨૦ ના રોજ શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં આઠ દર્દીઓ જે કોરોના સારવાર ચાલી રહી હતી તેના મોત થયા હતા.

શું થયો રિપોર્ટમાં ખુલાસો

રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ આગ અંગે તપાસ પંચ રિપોર્ટમાં આગ સમયે નિકાસ દરવાજો બ્લોક હોવાનું સામે આવ્યું છે. હવાજન્ય રોગના દર્દીઓ જ્યાં હોય ત્યાં સ્મોક ટ્યુબ, ફ્લટર સ્ટ્રીકનું રોજ મોનીટરીંગ થવું જોઈએ. રાજકોટ હોસ્પિટલમાં તેનું મોનિટરિંગ કરવામાં આવતું ના હતું. રાજકોટની હોસ્પિટલમાં 103 નંબરના વેન્ટિલેટર માં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ઓક્સિજન લાઈનમાં ફેલાઈ હતી. રાજકોટમાં ધમણ વેન્ટિલેટર વાપરવામાં આવ્યા હતા.

પંચે નોંધ્યું કે 'ધમણ' ના વાયરથી આગ લાગી હતી. હોસ્પિટલને ધમણ વેન્ટિલેટર નિઃશુલ્ક પ્રાપ્ત થયા હતા. આગની ઘટના અંગે હોસ્પિટલ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યા છે. વેન્ટિલેટર દાનમાં મળ્યા હોવાથી કંપની સામે કાર્યવાહી નહીં. ધમણ ખરીદ્યા ના હોવાથી તેમના પર કાર્યવાહી ના થઇ શકે. બહાર નીકળવાનો રસ્તા પર વેન્ટિલેટર અને મેડિકલ સાધનો હતા. જેના કારણે પેશન્ટ જલ્દી બહારના નીકળી શક્યા હતા. હોસ્પિટલમાં કામ કરનાર ડોકટર કે અન્ય સ્ટાફ સામે કાર્યવાહીના કરવા ભલામણ પણ કરાઇ છે.
Published by: kiran mehta
First published: September 28, 2021, 3:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading