વાહ રે કૉંગ્રેસ! સસ્પેન્ડ થયેલા નેતાને 24 દિવસમાં પ્રમોશન સાથે રાષ્ટ્રીય જવાબદારી મળી


Updated: March 17, 2021, 1:27 PM IST
વાહ રે કૉંગ્રેસ! સસ્પેન્ડ થયેલા નેતાને 24 દિવસમાં પ્રમોશન સાથે રાષ્ટ્રીય જવાબદારી મળી
સુનિલ પટેલ.

ચાંદખેડા વોર્ડના કાર્યકારી પ્રમુખ સુનિલ પટેલ (Sunil Patel)ને અમદાવાદ કોર્પોરેશન (AMC election)ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ અમદાવાદ શહેર પ્રમુખ શંશિકાત પટેલે (Shashikant Patel) પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.

  • Share this:
અમદાવાદ: ફરી એકવાર કૉંગ્રેસ પાર્ટી (Congress Party) દિશા વિહીન થઈ હોય તેવી ઘટના સામે આવી છે. જે વ્યક્તિએ ચૂંટણી (Gujarat Local body polls)માં પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય અને આ કામ માટે છ વર્ષ સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યા હોય તેમને રાષ્ટ્રીય જવાબદારી મળી છે. આ નેતાના સસ્પેન્ડ થયાના 24 દિવસમાં જ રાષ્ટ્રીય કક્ષાની જવાબદારી સોંપાઇ છે. ચાંદખેડા વોર્ડના કાર્યકારી પ્રમુખ સુનિલ પટેલ (Sunil Patel)ને અમદાવાદ કોર્પોરેશન (AMC election)ની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ અમદાવાદ શહેર પ્રમુખ શંશિકાત પટેલે (Shashikant Patel) પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આ જ સુનિલ પટેલની ઑલ ઇન્ડિયા અનઓર્ગેનાઈઝ વર્કર્સ કૉંગ્રેસના નેશનલ કોર્ડિનેટર તરીકે દિલ્હી કૉંગ્રેસ દ્વારા તેઓની નિમણૂક કરવામાં આવી છે. સુનિલ પટેલની નિમણૂકને પગલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં કકડાટ શરૂ થયો છે.

આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં સુનિલ પટેલે જણાવ્યુ હતુ કે, "શહેર પ્રમુખ શંશિકાત પટેલે મનસ્વી રીતે નિર્ણય લઈને તેઓને સસ્પેન્ડ કર્યા હતા. હું આ સસ્પેન્ડ ઓર્ડરને માન્ય ગણતો નથી. હું કૉંગ્રેસમાં છું અને કૉંગ્રેસ માટે કામ કરતો રહીશ. માત્ર ચૂંટણી હાર બાદ શહેર પ્રમુખે પોતાની જવાબાદરી સ્વીકારવાને બદલે દોષનો ટોપલો અમારા જેવા કાર્યકર્તા પર નાંખ્યો છે."આ પણ વાંચો: અમદાવાદ: '70 હજાર આપી દે નહી તો હું મારી ગાડીમાં તલવાર અને હોકી રાખું જ છું,' વ્યાજખોરની ધમકી

સુનિલ પટેલ વધુમાં કહ્યુ હતુ કે, "કૉંગ્રેસ પાર્ટીમાં કાર્યકર્તા સસ્પેન્ડ કરવાની એક પદ્ધતિથી છે, જેમાં પહેલા કાર્યકર્તાને નોટિસ અપાય છે અને ખુલાસો માંગવાના આવે છે. ત્યાર પછી જો યોગ્ય જવાબ ન મળે તો સસ્પેન્ડ કરવામાં આવે છે. પાર્ટી પ્રમુખ શંશિકાત પટેલનો આ માત્ર વ્યક્તિગત નિર્ણય છે. તેઓ પોતાને બચાવવા માટે અન્ય કાર્યકર્તાને બલીનો બકરો બનાવી રહ્યા છે."

આ પણ વાંચો: કોરોના ઇફેક્ટ: પટેલ ટ્રાવેલ્સે ધંધો સંકેલવાનો કર્યો નિર્ણય, 32 વર્ષના જામેલા ધંધાને 12 મહિના નડી ગયા, બસો વેચવા કાઢીઆ મામલે પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યુ હતુ કે, "પાર્ટી નેતાઓ દિશા વિહીન થઇ ગયા છે. આ ઘટના સાબિત કરે છે કે દિલ્હી નેતાઓ ગુજરાતની સ્થિતિ અંગે અવગત નથી. કૉંગ્રેસ હાર પાછળ કૉંગ્રેસ સિનિયર નેતાઓ જ જવાબદાર છે. જે પણ વ્યક્તિના કહેવાથી આ જવાબાદારી આપવામા આવી છે તે વ્યક્તિ પર પાર્ટીએ પગલા લેવા જોઇએ. આ જોતા સ્પષ્ટ થાય છે કૉંગ્રેસમાં હોદ્દાઓનું કઇ મહત્ત્વ રહ્યું નથી. પદ માત્ર કહેવાથી જ મળે છે."

આ પણ વાંચો: શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે," દિલ્હી અને પ્રદેશના નેતાઓ જોતા નથી કે જે વ્યક્તિને પદ અપાય છે તેનો ભૂતકાળ શું છે. માત્ર માનિતા નેતાઓ પોતાના લોકોને સાચવા માટે આ પ્રકારના હોદ્દાઓ આપી રહ્યા છે. આવી ઘટના માટે પ્રદેશ નેતા અને રાષ્ટ્રીય નેતા જવાબદાર છે. આવી ઘટના ન બંને તેની તાકિદ કરવી જોઇએ."
Published by: Vinod Zankhaliya
First published: March 17, 2021, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading