રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ

News18 Gujarati
Updated: November 27, 2020, 1:40 PM IST
રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ
રાજકોટ અગ્નિકાંડમાં હેમખેમ બચી ગયેલા દર્દીની તસવીર

રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારને ટકોર, વડીઅદાલત આગની ઘટનાઓથી નારાજ

  • Share this:
નવી દિલ્હી : રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બનાવની સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ -19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. સર્વોચ્ચ અદાલતે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જ્યારે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મિકેનિઝમના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સમય સમય પર માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં, રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી અને વિદ્યુત લાઇનોનું નિરીક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે.

આ પણ વાંચો :  રાજકોટ : 'મૃતદેહ જોયો તો પપ્પાની ખોપરી ફાટેલી હતી, મેં બેસ્ટ હૉસ્પિટલ પસંદ કરી હતી છતાં આવું થયું'

રાજકોટના (Rajkot) માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં (Uday Shivanand Covid Hospital fire) આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા.

ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ (Rajkot fire deaths) થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો :  રાજકોટ : 5 દર્દીઓ કોરોના સામે લડતા લડતા આગમાં ભૂંજાયા, 'ICU બન્યું સ્મશાન'

ઘટનાની તપાસના આદેશ, 4 લાખનું વળતર જાહેર કરતા મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
Published by: Jay Mishra
First published: November 27, 2020, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading