યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો: બ્રેકઅપ થતા પ્રેમીએ પોર્ન સાઈટ પર અંગત Video નાખી દીધા


Updated: July 29, 2020, 5:30 PM IST
યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો: બ્રેકઅપ થતા પ્રેમીએ પોર્ન સાઈટ પર અંગત Video નાખી દીધા
પ્રતિકાત્મક તસવીર

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ઇલેકટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન (બીઈ) સુધી ટેક્નિકલ અભ્યાસ કરેલ છે

  • Share this:
અમદાવાદ : સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં યુવતીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. યુવતીઓ વિશ્વાસ રાખી એવું કરી બેસે છે જેના બાદ પસ્તાવોનો વારો આવે છે. અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે, આરોપીએ તેના અને આરોપી સાથેના અંગત વીડિયો પોર્ન સાઈટ પર નાખી દીધેલ છે.

આ માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો ત્યારે બંને વચ્ચે શારીરિક સંબંધ હતો અને આરોપીએ તે સમય શારીરિક સંબંધનો Video મોબાઈલમાં ઉતારી લીધો હતો, બંને વચ્ચે ઝઘડો થતા સંબંધ તૂટી ગયો હતો.

સંબંધ પૂરો થયા બાદ આરોપીએ ગુસ્સામાં મોબાઈલમાં જે વીડિયો ઉતાર્યો હતો તે વીડિઓને અલગ-અલગ પોર્ન સાઈટ પર વાયરલ કરેલ અને જેથી યુવતીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું કામ આરોપીએ કર્યું છે.

આ પણ વાંચોસુરત : લોહીલુહાણ ઝઘડો, સાળાને બચાવવા વચ્ચે પડેલા બનેવીની ચપ્પાના ઘા મારી કરી દીધી હત્યા

આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી અને આરોપીએ પોતાના ગુનાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીના મોબાઈલ પણ કબ્જે કરેલ છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ઇલેકટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન (બીઈ) સુધી ટેક્નિકલ અભ્યાસ કરેલ છે.

આ પણ વાંચોખુશખબર: રશિયાનો દાવો, 2 અઠવાડીયામાં જ આવી જશે દુનિયાની પહેલી Corona વેક્સીન હાલ આરોપી ઈવેન્ટ મેનજમેન્ટ નો અભ્યાસ કરેલ છે અને અપરણિત છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કેહવું છે કે, આ સિવાય આરોપીએ અન્ય કોઈ જગ્યા વીડિઓ વાયરલ કરેલ છે કે, કેમ તેની પણ તપાસ ચાલુ છે.
Published by: kiran mehta
First published: July 29, 2020, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading