અમદાવાદઃ વર્ષ 1983માં મોટેરા સ્ટેડિયમમાં રમાઈ હતી પહેલી ટેસ્ટ મેચ, જાણો જાણી અજાણી વાતો


Updated: February 22, 2021, 11:42 PM IST
અમદાવાદઃ વર્ષ 1983માં મોટેરા સ્ટેડિયમમાં રમાઈ હતી પહેલી ટેસ્ટ મેચ, જાણો જાણી અજાણી વાતો
મોઢેરા સ્ટેડિયમમાં તુષાર દવે

મોટેરા સ્ટેડિયમનો શિલાન્યાસ ભારતનાં તત્કાલિન રાષ્ટ્રપતિ ગ્યાનિ ઝેલસિંઘે કર્યો હતો. જોગાનુજોગ 6 વર્ષ બાદ પહેલી વાર યોજાવા જઈ રહેલી પિન્ક બોલ ટેસ્ટ મેચનું ઉદઘાટન ભારતનાં રાષ્ટ્રપતિના હસ્તે થવાનું છે.

  • Share this:
અમદાવાદ: શહેરના મોટેરા સ્ટેડિયમ (Motera stadium) ખાતે 24મી ફેબ્રુઆરીનાં રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ (India vs England test match) રમાશે જેનું ઉદઘાટન ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President of India Ramnath Kovind) કરશે પરંતુ ઘણાં ઓછાં લોકો જાણે કે જ્યારે મોટેરા સ્ટેડિયમનો શિલાન્યાસ ભારતનાં તત્કાલિન રાષ્ટ્રપતિ ગ્યાનિ ઝેલસિંઘે કર્યો હતો. જોગાનુજોગ 6 વર્ષ બાદ પહેલી વાર યોજાવા જઈ રહેલી પિન્ક બોલ ટેસ્ટ મેચનું ઉદઘાટન ભારતનાં રાષ્ટ્રપતિના હસ્તે થવાનું છે. આ રેકોર્ડ સાથે એવાં ઘણાં રેકોર્ડ  છે જેને કારણે ગર્વ અનુભવી શકાય કે આપણાં અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ છે. મોટેરા સ્ટેડિયમમાં અત્યાર સુધી સેંકડો રેકોર્ડ સર્જાયા છે પરંતુ જૂજ લોકો જ જાણે છે કે અમદાવાદમાં ભારતીય ક્રિકેટ સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ, સચિન તેડુંલકર, કપિલ દેવ જેવાં ક્રિકેટર્સે પોતાની કારકિર્દી મહત્વનાં રેકોર્ડ તોડ્યા છે. જાણીતાં ક્રિકેટ એક્સપર્ટ તુષાર  ત્રિવેદીનાં જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ અને ટેસ્ટ મેચને ઘણો જુનો નાતો છે અને  આ વર્ષે પણ ચોકકસથી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચનો કોઈને કોઈ રેકોર્ડ ચોક્કસથી બનશે

જાણીતાં ક્રિકેટ એક્સપર્ટ તુષાર ત્રિવેદી મતે અત્યાર સુધીનાં રેકોર્ડ
આમ તો મોટેરા સ્ટેડિયમની વાત કરીએ એટલે તેની સાથે સંકળાયેલા રેકોર્ડઝ ક્રિકેટ પ્રેમીઓ ને યાદ આવતા હોય છે. મોટેરા સ્ટેડિયમે 1 લાખ 10 હજાર પ્રેક્ષકો બેસીને મેચ જોઈ શકે તે અંગેનો વિશ્વ રેકોર્ડ સર્જયો છે પરંતુ તેની સાથે ક્રિકેટર્સની વાત કરીએ તો

રેકોર્ડ નં 1
નવેમ્બર 1983માં જ્યારે મોટેરા સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચ નવેમ્બરમાં યોજાઈ હતી ત્યારે સ્ટેડિયમનું ખાતમુહુર્ત ફેબ્રુઆરી 1983માં થયું હતું. એટલે કે માત્ર 8 મહિના અને 13 દિવસમાં પહેલી ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમ થઈ ગયું જે એક વિશ્વ રેકોર્ડ કહી શકાય. આ પહેલાં મોટેરા સ્ટેડિયમની જમીન વેરાન હતી. પરંતુ આટલું મોટું સ્ટેડિયમ માત્ર 8 મહિના અને 13 દિવસમાં ઉભું થઈ ગયું ભારતીય ક્રિકેટ બોર્ડનાં ઈતિહાસમાં એવું એક પણ સ્ટેડિયમ નથી જે નવ મહિનામાં બંધાયું હોય

રેકોર્ડ નંબર 2ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ દરમિયાન કપિલ દેવે આ જ સ્ટેડિયમ ખાતે એકસાથે 9 વિકેટ લીધી. ભારત માટે 9 વિકેટ આ પહેલાં માત્ર 2 જ બોલર લઈ ચુક્યા હતા પરંતુ કપિલ દેવે યાદગાર બોલિંગ કરીને લોકોનું દિલ જીતી લીધું. આ રેકોર્ડ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો પરંતુ તેની સાથે આ જ મેચમાં ગુરુશરણ સિંહ નામના ફિલ્ડરે 12TH મેન ફિલ્ડિંગ કરીને અને એકસાથે 4 કેચ કરીને મોટેરા સ્ટેડિયમ અને ભારતીય ક્રિકેટ બોર્ડનાં ઈતિહાસમા નામ મેળવ્યું

રેકોર્ડ નંબર 3
વિશ્વનાં ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડનાં જેફ્રી બોયકોટે સૌથી વધારે 8114 રન ફટકાર્યા હતા જે ટેસ્ટ ક્રિકેટનાં ઈતિહાસમાં સૌથી વધારે હતા જેનો રેકોર્ડ વર્ષ 1983માં સુનિલ ગાવસ્કરે તોડ્યો હતો.

રેકોર્ડ નંબર 4
મોટેરા સ્ટેડયિમ ખાતે વર્ષ 1987માં પાકિસ્તાન સામેની મેચમાં  સુનીલ ગાવસ્કર એ 10 હજાર રન કર્યા હતા. એ સમયે કોઇ ક્રિકેટર એવો નહોતો જેણે 10000 રન એક જ મેચમાં પુરા કર્યા હોય, આ પહેલો જ કિસ્સો હતો અત્યારે ઘણા બધા ક્રિકેટર્સએ ટેસ્ટ મેચમાં 10 હજાર રન પુરા કર્યા છે. સચિન તેંડુલકરે મોટેરાના સ્ટેડિયમ પર 15 હજાર રન પુરા કર્યા હતા.

રેકોર્ડ નંબર 5
એ સમયે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડ માં સર richard hadlee ના નામે હતો richard hadlee એ ૪૩૧ વિકેટ લીધી હતી.જ્યારે કપિલ દેવ એ 8 ફેબ્રુઆરી 1994ના દિવસે 10.45 કલાકે શ્રીલંકાના હસન તિલક ની વિકેટ લીધી અને કારકિર્દીની ૪૩૨ મી વિકેટ લીધી.

રેકોર્ડ નંબર 6
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધારે રન અને  વિકેટ આ બધા જ રેકોર્ડ આ જ મેદાનમાં નોંધાયા છે જ્યારે સચિન તેડુલકરની વાત કરીએ તો સદીના શહેનશાહે વર્ષ 1989 થી 1999 સુધી એકપણ વાર ડબલ સેન્ચયુરી ફટકારી નહોતી, એ સમયે બ્રેન લારા જેવો ક્રિકેટર 400 રન પુરા કરે પરંતુ સચિનની બેવડી સદી નહોતી જે બાદ મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલી મેચનમાં વર્ષ 1999માં સચિનને બેવડી સદી ફટકારીને 200 રન કર્યા.. ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન એવો પહેલો ક્રિકેટર બન્યો જેણે મોટેરા સ્ટેડિયમનાં ગ્રાઉન્ડ પર પોતાની કારકિર્દીની ડબલ સેન્યુયરી ફટકારી હોય

રેકોર્ડ નબંર 7
મોટેરા સ્ટેડિયમનો એક રેકોર્ડ રાહુલ દ્રવિડના નામ પણ છે. રાહુલ ડ્રવિડે સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડીને મોટેરા સ્ટેડિયમ ખાતે 11 હજાર રન પુરા કર્યા હતા એ વખતે ભારત માટે સચિન તેડુંલકર અને સુનિલ ગાવસ્કર બે એવાં ક્રિકેટર હતા જેમણે ટેસ્ટ મેચમાં રન કરી રેકોર્ડ કર્યા હોય પરંતુ મોટેરા સ્ટેડિયમમાં બંનેનો રેકોર્ડ રાહુલ દ્રવિડે તોડ્યો હતો.એટલું જ નહી્ં આ જ સ્ટેડિયમમાં સુનિલ ગાવસ્કર  અને સચિને 283 રનની વિશાળ ભાગીદારી નોંધાઈ હતી.
Published by: ankit patel
First published: February 22, 2021, 11:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading