11મીથી સાયબર ક્રાઇમના "સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ" પ્રોજેક્ટનો શુભારંભ


Updated: January 9, 2020, 10:26 PM IST
11મીથી સાયબર ક્રાઇમના
આ પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે સીસીટીવીના (CCTV) એવા નેટવર્ક જેના થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહે.

આ પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે સીસીટીવીના (CCTV) એવા નેટવર્ક જેના થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહે.

  • Share this:
અમદાવાદ : વર્તમાન સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા જ અનેક પ્રકારના સાયબર ક્રાઇમમાં (cyber crime) વધારો થયો છે. ત્યારે પોલીસ સામે પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપરાંત સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને અટકાવવા પોલીસ માટે પડકારરૂપ બની રહે છે. જેથી પોલીસ (police) દ્વારા 11મી જાન્યુઆરીથી સાયબર અશ્વસ્ત અને વિશ્વાસ નામના પ્રોજેકટની શુભારંભ કરવામાં આવી રહ્યો છે. 11મી જાન્યુઆરીએ સવારે 10 વાગ્યે દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીની (chief minister of Gujarat) ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં વિશ્વાસ એટલે કે સીસીટીવીના (CCTV) એવા નેટવર્ક જેના થકી ગુનાહિત પ્રવૃત્તિ પર પોલીસની બાજનજર રહે. અને ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સીસ્ટમ એમ બંન્ને રીતે કામ કરશે. જ્યારે ડિજિટલ (Digital) જમાનામાં ઇન્ટરનેટ વગર ચાલી શકે તેમ નથી. જો કે ડીજીટલ સ્પેસમાં ગુનેગારો પણ ગુનો આચરવા માટે નતનવા કીમીયા અપનાવતા હોય છે. સાયબર ક્રાઇમ આજની તારીખમાં સૌથી વધી રહેલા ગુનાઓ છે.

ત્યારે સાયબર ક્રાઇમને નાથવા, કંટ્રોલ કરવા માટે તેમજ નાગરિકાના જીવનને વધુ સુરક્ષિત કરતા અને ડિજિટલ સ્પેસમાં આવા કોઇપણ સાયબર ક્રાઇમના ગુના ન બને તે હેતુથી સાયબર અશ્વસ્ત નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીને એવા પ્રકારની તાલીમ આપવામાં આવી છે કે કોઇપણ ગુનાને રોકવામાં કે બની જાય પછી જનતાના રૂપીયા સાયબર ફ્રોડ મારફતે ગુનેગાર પાસે ન જાય અને પરત મળે તે પ્રકારની સુવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સાયબર ક્રાઇમ દ્વારા અનેક પોલીસ અધિકારીને આ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ પણ આપવામાં આવી છે. જો કે હાલના સમયમાં ઓટીપી મેળવીને કે પછી એટીએમ કે ડેબીટ કાર્ડ કે પછી બેંકની વીગતો મેળવીને બેંકમાંથી બારોબાર રૂપીયા ઉપડી જવાના અસંખ્ય બનાવો બની રહ્યાં છે. ત્યારે આવા બનાવમાં ફ્રોડ થયેલ રૂપીયા આરોપીઓ સુધી પહોચે તે પહેલા જ ફરિયાદીને મળી રહે તે પ્રકારના પ્રયત્નો પણ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યાં છે.
First published: January 9, 2020, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading