અમદાવાદ : મહિલાએ સિલાઈ મશીન રિપેર કરવાળાને ઘરે બોલાવ્યો, તો કારીગરે કરી નાખ્યું ગંદુ કામ


Updated: September 10, 2021, 5:34 PM IST
અમદાવાદ : મહિલાએ સિલાઈ મશીન રિપેર કરવાળાને ઘરે બોલાવ્યો, તો કારીગરે કરી નાખ્યું ગંદુ કામ
રામોલમાં પરિચિત મહિલા પર પરિણીત યુવાને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ

રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે પરિણીત યુવાનની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રામોલમાં એક પરિચિત મહિલા પર એક પરિણીત યુવાને દુષ્કર્મ ગુજારતા સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે પરિણીત યુવાનની ધરપકડ કરી છે. પરિચિત મહિલા પર પરિણીત યુવાને દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ સાથે રામોલ પોલીસે ફરિયાદ આધારે યુવાનની કરી ધરપકડ કરી લીધી છે.

શહેરમાં જાણે ગુનાહિત બનાવોએ માઝા મૂકી હોય તેમ એક બાદ એક ગુનાહિત બનાવો સામે આવી રહ્યા છે. તે પછી, ચોરી હોય, લૂંટ હોય કે દુષ્કર્મ જેવી ઘટના હોય. આવી જ એક ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ. જ્યાં મહિલાએ ફરિયાદ કરી કે તેના ઘરે સિલાઈ મશીન રીપેર કરવા આવેલા પરિચિત શખ્સે તેના પર દુષ્કર્મ ગુજાર્યું. જ્યાં મહિલા એકલી હોવાથી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવ્યું. જે ઘટનામાં મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે મહેશ કુંડાના નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે, બંને એટલે કે મહિલા અને શખ્સ બને એકબીજાના પરિચિત છે. કેમ કે અગાઉ બંને સુરેલીયા વિસ્તારમાં આસ-પાસ રહેતા હતા. જેથી બને એકબીજાથી પરિચિત હતા. તેમજ આરોપી શિલાઈ મશિનનું કામ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચોઅમદાવાદ : 'રંગીલો' પતિ, પત્ની સહિત 3 મહિલાઓ સાથે LOVE, એક પ્રેમિકા માથાભારે થતા પતાવી દીધી

આ મામલે acp આઈ ડિવિઝન એન એલ દેસાઈનું કેહવું છે કે, હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી તપાસ પણ કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસે દુષ્કર્મની ઘટનામાં પોલીસે મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી તપાસ શરૂ કરી છે. સાથે જ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આશંકા છે. તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેથી દુષ્કર્મની ઘટનામાં વધુ પુરાવા અને માહિતી એકઠી કરી શકાય.
Published by: kiran mehta
First published: September 10, 2021, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading