અમદાવાદઃ ચોરો હવે સ્ટ્રીટ લાઈટને બનાવે છે ટાર્ગેટ, ચાલું લાઈટે કેવી રીતે આપે છે ચોરીને અંજામ?


Updated: October 30, 2020, 11:29 PM IST
અમદાવાદઃ ચોરો હવે સ્ટ્રીટ લાઈટને બનાવે છે ટાર્ગેટ, ચાલું લાઈટે કેવી રીતે આપે છે ચોરીને અંજામ?
પ્રતિકાત્મક તસવીર

સરદાર બ્રિજ નીચે ગત મોડી રાત્રે સરદાર બ્રીજ નીચેના ભાગમાં લાઇટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ લાઈટો બંધ થઈ ગઈ હતી.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં હવે તસ્કરોનો (thief) આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેમ લાગી રહ્યો છે. શહેરમાં ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે તસ્કરો સ્ટ્રીટ લાઈટના થાંભલા અને ઇલેક્ટ્રિક સામાન પણ છોડતા ના હોય તેવું લાગી રહ્યું છે. શહેર માં આવા બે બનાવો સામે આવ્યા છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો હિતેશ કટારીયા નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે તેઓની કંપનીનું કામ કોર્પોરેશનના અધિકારી સાથે રહીને સ્ટ્રીટ લાઇટના ગલેવેનાઇઝના થાંભલા લાગવાનું તેમજ લાઈટિંગ સર્વે કરવાનું છે. 8મી ઓક્ટોબરના દિવસે રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ 28 નંગ ગેલ્વેનાઈઝના થાંભલા, 3 બ્રેકેટ અને 19 નંગ કેબલ એન્ટ્રી પાઇપને લો ગાર્ડન સામેના જાહેર માર્ગ પર ઉતાર્યા હતા.

જેનો ઉપયોગ લો ગાર્ડન પોલીસ ચોંકી સામે ના જાહેર માર્ગ પર સ્ટ્રીટ લાઇટ લગાવવા માટે કરવાનો હતો. જો કે 19મી ઓકટોબરના દિવસે તેમની કંપનીના કર્મચારીઓ કામ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે તમામ સામાન અહીંથી ગાયબ હતો.

આ પણ વાંચોઃ-શું તમે કેવડિયા ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો અહીં જાણી લો આખા કેવડિયા ફરવાનો કેટલો થશે ખર્ચ

જેની જાણ ફરિયાદીને કરતા ફરિયાદ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને આ સામાન ચોરી થયા હોવાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસ દ્વારા હાલમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયેલા સુરતના ઉદ્યોગતપતિ દંપતીને કોર્ટે જેલ ભેગા કર્યા, કઢીવાલા કપલેએ કેવી કરી હતી દલીલ?આ પણ વાંચોઃ-અનોખો ઉમેદવાર! નામ 'અર્થી બાબા', કામ છે ચૂંટણી લડવું, અત્યાર સુધી મળી છે 11 વખત હાર

જ્યારે બીજા બનાવવાની વાત કરીએ તો આ બનાવ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે. સરદાર બ્રિજ નીચે ગત મોડી રાત્રે સરદાર બ્રીજ નીચેના ભાગમાં લાઇટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ લાઈટો બંધ થઈ ગઈ હતી. જેથી ફરિયાદી અને તેના ભાઇ બ્રિજની ઉપર તપાસ કરવા માટે ગયા હતા.તે સમયે પાલડીથી જમાલપુર તરફ જવાના બ્રિજ પર સુરેશ ઠાકોર નામનો  વ્યક્તિ ફૂટપાથ પર સુતા સુતા કેબલ કાપી વાયરની ચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી ફરિયાદીને તેને ઝડપીને પોલીસને જાણ કરી હતી. પોલીસ હાલમાં આ સમગ્ર મામલે આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: ankit patel
First published: October 30, 2020, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading