અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ ગયેલા 2 આરોપીઓ ફરાર

News18 Gujarati
Updated: October 9, 2019, 12:49 PM IST
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ ગયેલા 2 આરોપીઓ ફરાર
આરોપીઓની ફાઇલ તસવીર

ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને પોલીસ વેનમાં બેસાડવા લઈ જતા બે આરોપીઓ પોલીસની નજર ચૂકવીને ફરાર થયા છે.

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાંથી (Civil Hospital) ચોરીનાં ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓ ચાંદખેડા પોલીસની (Chandkheda Police) કસ્ટડીમાંથી ફરાર થઇ ગયા છે. આ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને તેમની શોધખોળ હાથ ધરી છે.

આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યાં હતા

આ મામલે મળતી માહિતી પ્રમાણે ચોરીનાં ગુનામાં ઝડપાયેલા ચારમાંથી બે આરોપીઓ ચાંદખેડા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લઈ ગયા હતા. જ્યાં ડોકટરોએ રાહ જોવાનું કહેતા આરોપીઓને પોલીસ વેનમાં બેસાડવા લઈ જતા  જીતુભાઇ કેવટ અને લોકેશ કેવટ નામના બે આરોપીઓ પોલીસની નજર ચૂકવીને ફરાર થયા છે.

આ પણ વાંચો : અમદાવાદ : પરિવાર લગ્ન માટે ન માનતા લિવ ઇનમાં રહેતા યુવક-યુવતીએ આપઘાત કર્યો

આરોપીઓ રિમાન્ડ પર હતાં

ચાંદખેડા પોલીસે થોડા દિવસ પહેલા ચોરીનાં ગુનામાં શાંતા જીતુભાઇ કેવટ, લોકેશ કેવટ, રતુ કેવટ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. બુધવાર સુધીના રિમાન્ડ હોવાથી મંગળવારે રાતે ચારેય આરોપીઓને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે રાતે 10 વાગ્યા પછી નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. ડૉક્ટરે થોડીવાર પછી તેઓને આવવા કહ્યું હતું. પોલીસે આ લોકોને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ નીચે પોલીસ મોબાઈલવાનમાં બેસાડવા લઈ ગયા હતા. ત્યાંથી જ રોડ પરથી 3 આરોપીઓ નજર ચૂકવી અને નાસી ગયા હતા. હાલ આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
Published by: Kaushal Pancholi
First published: October 9, 2019, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading