અમદાવાદ : ડોસાએ ત્રણ વર્ષની બાળકી સાથે કર્યું ગંદુ કામ, 'રમાડવા'ના બહાને ઘરે લઈ ગયો હતો


Updated: September 15, 2021, 7:28 PM IST
અમદાવાદ : ડોસાએ ત્રણ વર્ષની બાળકી સાથે કર્યું ગંદુ કામ, 'રમાડવા'ના બહાને ઘરે લઈ ગયો હતો
પાડોશીના કૂકર્મનો ભોગ બની માસુમ દીકરી પરિવારને આપવિતી જણાવતા પરિવાર ચોંકી ગયો

Ahmedabad Old Age Man Molested Thrree Years old : અમદાવાદના વાડજ વિસ્તારની ઘટના, ઉત્તર પ્રદેશના રેહેવાસી આધેડે પાડોશમાં રહેતા પરિવારની ફૂલ જેવી દીકરી સાથે કૂકર્મ આચર્યુ

  • Share this:
Old aged Man Raped three Years old in Ahmadabad  અમદાવાદ:  અમદાવાદમાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીંયા એક આધેડે પોતાની પૌત્વારી સમાન દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ શહેહરના વાડડ(vadaj)  વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર એક આધેડએ (Three years old Raped by Old Aged Man) દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના પગલે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આધેડે બાળકીને રમાડવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો હતો. પરંતુ પોલીસે (Ahmedabad Police)  ગણતરીના કલાકોમાં રેલવે સ્ટેશનથી (ahmedabad Railway Station) આધેડ ઝડપી લીધો હતો.

વાડજ પોલીસે આ હચમચાવી નાખતા કેસના આરોપી આધેડ એવા રામશરણ ચૌહાણની ધરપકડ કરી છે. જેણે તેની પૌત્રીથી પણ નાની ઉંમરની 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આધેડ ફરાર થઈ ગયો બાળકીની હાલત જોઈને તેની માતા પિતાએ બાળકીને પૂછતા આ આધેડનો ભાંડો ફૂટ્યો હતો. પરિવાર બાળકીને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસે પણ દુષ્કર્મ ના ગંભીર ગુનાને લઈને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો : સુરત : 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી કેદની સજા

આ દરમિયાન આરોપીને રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પોતાના વતન જાય તે પહેલા જ પોલીસે પકડી લીધો હોવાનું વાડજ પોલીસસ્ટેશન ના સેકન્ડ પીઆઇ આર એચ સોલંકીએ જણાવ્યું છે.

પકડાયેલો આરોપી રામશરણ ચૌહાણ મૂળ ઉત્તરપ્રદેશ રહેવાસી છે. વતનમાં પત્ની અને બે દીકરીઓ રહે છે અને છેલ્લાં એક વર્ષ થી અમદાવાદ માટે રોજગારી માટે આવ્યો હતો.વાડજ વિસ્તારમાં રહીને છૂટક મજૂરી કરતો હતો. આધેડ આરોપી પાડોશમાં સંબંધ બનાવીને આ બાળકીને રમાડવાના બહાને તેના ઘરે લઇ જઇ ગયો હતો. જોકે અગાઉ પણ આ બાળકીને રમાડવાના બહાને લઈ ગયો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે બીજી બાજુ આધેડની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : પરિણીતાએ પતિ સાથે મળી પ્રેમી પર કર્યો Acid Attack! યુવક સાથે પતિ પણ દાઝ્યોત્યારે આ ફૂલ જેવી બાળકીનું પણ મેડિકલ રિપોર્ટ કરાવી અને વધુ તપાસ શરૂ કરી છે. માસૂમ બાળકી પર થયેલા બનાવને જોતાં ફરી એક વખત બાળકીઓની સલામતીને લઈને સવાલો ઉઠયો છે કે શું ખરેખર અમદાવાદ હવે સુરક્ષિત છે??
Published by: Jay Mishra
First published: September 15, 2021, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading