ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, આજે 1000થી પણ ઓછા કેસ નોંધાયા

News18 Gujarati
Updated: February 15, 2022, 7:50 PM IST
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો, આજે 1000થી પણ ઓછા કેસ નોંધાયા
રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે

Gujarat corona Update: રાજ્યમાં આજે 15મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા કેસ 1000થી પણ ઓછા નોંધાયા છે. છેલ્લ 24 કલાકમાં રાજ્યમાં 998 કોરોના કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2454 દર્દીઓ સાજા થયા છે.

  • Share this:
Gujarat corona Update: રાજ્યમાંથી કોરોનાવાયરસની ત્રીજી લહેર વિદાય લઈ રહી છે (Third Wave of Coronavirus). રાજ્યમાં આજે 15મી ફેબ્રુઆરીના રોજ કોરોનાવાયરસના નવા કેસ 1000થી પણ ઓછા નોંધાયા છે. છેલ્લ 24 કલાકમાં રાજ્યમાં 998 કોરોના કેસ નોધાયા છે, જેની સામે રાજ્યમાં આજે 2454 દર્દીઓ સાજા થયા છે. ઘટતા જતા કેસ વચ્ચે પણ આજે 16 દર્દીનાં કરૂણ મોત થયા છે (Gujarat Corona deaths) રાજ્યમાંથી કોરોના વાયરસની વિદાય થઈ રહી છે અને ગણતરીના દિવસોમાં જ ત્રીજી લહેરનું સમાપન થઈ શકે છે.

રાજ્યમાં નવા કેસમાં આજે અમદાવાદ કોર્પોરેશન 366, વડોદરા કોર્પોરેશન 162, વડોદરા 49, સુરત કોર્પોરેશન 38, ગાાંધીનગર કોર્પોરેશન 36, સુરત 35, રાજકોટ 26, ભરૂચ 22, બનાસકાાંઠા 20, રાજકોટ કોર્પોરેશન 20, ખેડા 19, તાપી 17, મોરબી 16, ગાાંધીનગર 15, પાટણ 15, મહેસાણા 14, સાબરકાાંઠા 11, અમદાવાદ 10, ભાવનગર કોર્પોરેશન 10, મહીસાગર 10, આણાંદ 09, વલસાડ 09, નવસારી 8, જામનગર કોર્પોરેશન 7, કચ્છ 7, પંચમહાલ 7, દાહોદ 6, જામનગર 6, અરવલ્લી 5, દેવભૂમિ દ્વારકા 5, છોટા ઉદેપુર 4, ડાાંગ 4, નર્મદા 3, ભાવનગર 2, જુનાગઢ 2, જુનાગઢ કોર્પોરેશન 2, અમરેલી 1 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- સુરત : ગ્રીષ્માનો હત્યારો ફેનિલ હવે પોલીસના સકંજામાં, સ્ટ્રેચર પર લઈ ગયા, નસ કાપી ન હોવાની વિગતો ખૂલી


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 11195 પર પહોંચી ગયો છે જ્યારે કે વેન્ટીલેટ પર 77 દર્દી છે. આ પૈકીના 11118 દર્દી સ્ટેબલ છે જ્યારે કે 1195295 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10838 દર્દીના મૃત્યુ થયા છે.

આ પણ વાંચો- Ashwani Kumar resigns: કોંગ્રેસને મોટો ઝટકો, પૂર્વ કાયદા મંત્રી અશ્વિની કુમારનું રાજીનામું

રાજ્યમાં કોરોનાના દર્દીના મૃત્યુની વાત કરવામાં આવે તો આજે અમદાવાગદ શહેરમાં 2, વડોદરા શહેરમાં 4, વલસાડમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1દેવભૂમિ દ્વારકામાં 1, એમ કુલ 16દર્દીનાં મોત થયા છે. જ્યારે આજે રાજ્યમાંથી કુલ 2454 દર્દી સાજા થયા છે.
Published by: rakesh parmar
First published: February 15, 2022, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading