અમદાવાદ : કોરોનાના દોઢ વર્ષ બાદ ટૂર ઇન્ડસ્ટ્રીઝને વેગ, જન્માષ્ટમીના તહેવારને લઈ હોટલ, રિસોર્ટ, ટેન્ટમાં ફૂલ બુકીંગ


Updated: August 25, 2021, 11:12 PM IST
અમદાવાદ : કોરોનાના દોઢ વર્ષ બાદ ટૂર ઇન્ડસ્ટ્રીઝને વેગ, જન્માષ્ટમીના તહેવારને લઈ હોટલ, રિસોર્ટ, ટેન્ટમાં ફૂલ બુકીંગ
ગુજરાતમાં ગીર, કેવડિયા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સાપુતારા અને ગુજરાત બહાર રાજસ્થાન, લદ્દાખ, જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ તરફ લોકો ફરવા જઈ રહ્યા છે

Janmashtami 2021- ગીર, કેવડિયા, સાપુતારા, લદ્દાખ, રાજસ્થાન જવા લોકોનો ઘસારો

  • Share this:
અમદાવાદ : કોરોનાની મહામારીના (corona epidemic)કારણે ટૂર ઇન્ડસ્ટ્રીઝને (Travel Industries) 2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજી લહેર બાદ જનજીવન ફરી ધબકતું થયું છે. કોરોના કેસ (Corona case) ઘટતા સરકારે પણ છૂટછાટ આપી છે અને લોકો પણ દોઢ વર્ષથી ઘરમાં રહીને કંટાળી ગયા છે ત્યારે જન્માષ્ટમીના (Janmashtami)તહેવારમાં પરિવાર સાથે ફરવા જવા માટે ટૂર પેકેજ એડવાન્સ બુક કરી દીધા છે. જેના કારણે પ્રવાસન સ્થળો (Tourist destinations)અને ટૂર ઇન્ડસ્ટ્રીઝના ધંધાને વેગ મળ્યો છે. ટૂર ઇન્ડસ્ટ્રીઝની ગાડી પાટા પર ચડી રહી છે.

કોરોનાની મહામારીના કારણે ઇન્ટરનેશનલ ટૂર મોકૂફ રાખીને લોકો ડોમેસ્ટિક ડેસ્ટિનેશન પર જવાનું પસંદ કરી રહ્યા છે. ગુજરાતમાં ગીર, કેવડિયા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સાપુતારા અને ગુજરાત બહાર રાજસ્થાન, લદ્દાખ, જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ તરફ લોકો ફરવા જઈ રહ્યા છે. ગુજરાત અને ગુજરાત બહારના રિસોર્ટ, હોટલ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ટેન્ટ તમામ બુકીંગ થઈ ગયા છે.

ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન મનીષભાઈ શર્માએ જણાવ્યું હતું કે કોરોની મહામારીમાં ટૂર ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થયું છે. પરંતુ તહેવારો આવતા ફરી ટૂર ઇન્ડસ્ટ્રીઝના ધંધાને વેગ મળી રહ્યો છે. તહેવાર પહેલા જ લોકોએ એડવાન્સ પેકેજ બુક કરવી લીધા છે. ગુજરાત અને ગુજરાત બહારના પ્રવાસન સ્થળો પર હોટલ બુક થઈ ગઈ છે.

આ પણ વાંચો - હાઈવે પર ક્યાં, કેટલો Toll Tax લેવાય છે? Google Map આપશે બધી જ માહિતી, લાવી રહ્યું છે આ ફિચર

ટૂર પેકેજ બુક કરાવનાર રાહુલભાઈએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના કારણે ઘર બહાર જવાયું ન હતું. ત્યારે હવે વેકસીન પણ લીધી છે. કોરોના કેસ ઓછા થતા જન્માષ્ટમીના તહેવારમાં પરિવાર સાથે રાજસ્થાન ફરવા જવા માટે પેકેજ બુક કરાવ્યું છે.
લોકો બહાર નીકળતાની સાથે તમામ ધંધા રોજગારને નવી ગતિ મળી છે. પરંતુ ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ટૂર ઓપરેટરો પણ ટૂર પેકેજ બુક કરનાની માહિતી મેળવે છે. ટૂરમાં જનાર લોકોએ બંને ડોઝ વેકસીનના લીધા છે કે નહીં અને જ્યાં પણ જાય ત્યાં કોરોનાની ગાઈડલાઈન પાલન કરવા માટે સૂચના અપવામાં આવે છે. જોકે લોકોમાં પણ જાગૃતિ આવી ગઈ છે અને વેકસીનના બંને ડોઝ લીધા બાદ ફરવા જઈ રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: August 25, 2021, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading