અમદાવાદમાં બેઠા બેઠા બે વિદેશી યુવકો વિદેશીઓનાં જ સેરવતા હતાં ડોલર, આ રીત ફૂટ્યો ભાંડો


Updated: May 29, 2021, 5:45 PM IST
અમદાવાદમાં બેઠા બેઠા બે વિદેશી યુવકો વિદેશીઓનાં જ સેરવતા હતાં ડોલર, આ રીત ફૂટ્યો ભાંડો
પકડાયેલા આરોપીઓની તસવીર

પોલીસ કસ્ટડીમાં આવેલા આ બન્ને શખ્સો મૂળ અફઘાનિસ્તાન અને મોંઝામ્બિકના રહેવાસી શખ્સો અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને છેતરવાનું કામ કરતા હતા.

  • Share this:
ગાંધીનગરઃ ગાંધીનગરના (Gandhinagar) અડાલજ પોલીસે (Adalaj police) ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં (call center) રેડ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. વિદેશી નાગરિકોને લૉન (loan) અપાવવાના બહાને છેતરપિંડી (fraud gang) કરતી આ ટોળકી અમદાવાદમાં રહીને નાણાંને બીટકોઈનમાં (bitcoin) ટ્રાન્સફર કરવાની પણ લાલચ આપી ઠગાઈ આચરતા.પોલીસ કસ્ટડીમાં આવેલા આ બન્ને શખ્સો મૂળ અફઘાનિસ્તાન અને મોંઝામ્બિકના રહેવાસી શખ્સો અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને છેતરવાનું કામ કરતા હતા.

લોન આપવાની મોડસ ઓપરેન્ડીથી વૈષ્ણોદેવી પાસેના એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી આ કોલ સેન્ટર ચાલતું હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની માહિતી મળતાં અડાલજ પોલીસને સાથે રાખી રેડ કરવામાં આવી હતી.

જેમાં પોલીસે મૂળ અફઘાનિસ્તાનના પેશન મનાલાઈ અને યુસુફની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. સાથે જ મોઝામ્બિકના ઇબ્રાહિમ ઈકબાલ પણ પોલીસને મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે લગાવ્યું જોરદાર ભેજું, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ આરોપી અમેરિકાના જેવા દેખાતા નંબર પર કોલ સેન્ટર ચલાવતા હતા જેથી તેમની છેતરપિંડીને પકડી ન શકે. તો સંઘે જ પોલીસે આરોપીઓ કેટલા સમય થી કોલ સેન્ટર ચલાવતા તેની પણ તપાસ હાથ ધરી.આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

હાલ તો પોલીસે આ 2 આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ અને રાઉટર સહિત કેટલોક ડેટા પણ કબજે કર્યો છે.ત્યારે વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે કે છેલ્લા કેટલાક સમયથી વિદેશી નાગરિકોને ઠગવાનું કામ આ ગઠિયાઓ કરતા હતા.જેને લઈને પોલીસ ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે dysp નું કેહવું છે કે હાલ બંને ની તપાસ કરવા માં આવી રહ્યું છે અને તેમના બેંક એકાઉન્ટ સહિત અન્ય દસ્તાવેજો ની પણ તપાસ થશે સાથો સાથ આ લોકો સાથે અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવા માં આવશે અને તપાસ માં વધુ માહિતી સામે આવશે.
Published by: ankit patel
First published: May 29, 2021, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading