અમદાવાદ: મંત્રી આઠવલેએ પાટીદાર અનામત મામલો છંછેડ્યો, '8 લાખથી ઓછી આવકવાળાને અનામત આપવી જોઈએ'


Updated: September 4, 2021, 8:07 PM IST
અમદાવાદ: મંત્રી આઠવલેએ પાટીદાર અનામત મામલો છંછેડ્યો, '8 લાખથી ઓછી આવકવાળાને અનામત આપવી જોઈએ'
કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલે અમદાવાદની મુલાકાતે

2024માં નરેન્દ્ર મોદીના નેતુત્વમાં બીજેપી 350 અને એનડીએ 400 થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે. આવનારા ચાર રાજ્યોની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી એ ભાજપ સાથે ગઢબંધ કરી ચૂંટણી લડશે

  • Share this:
અમદાવાદ : કેન્દ્રીય સામાજિક અને ન્યાય બાબતોના મંત્રી (Union Minister of State for Social Justice and Empowerment) રામદાસ આઠવલે (ramdas athawale) આજે અમદાવાદ (Ahmedabad)ના મહેમાન બન્યા હતા. તેમણે આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તેમની રીપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડીયા ( president of the Republican Party of India)ની બેઠકમાં હાજરી આપી હતી, ત્યારબાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદાર અનામત (patidar reservation)નો મુદ્દો છંછેડતા રાજ્યના રાજકારણમાં ફરી ગરમા ગરમી જોવા મળી હતી. આ સિવાય તેમણે દેશની જાતિ વ્યવસ્થા, ગુજરાતના વિકાસ, ગુજરાતમાં આગામી યોજાનાર વિધાનસભા ચૂંટણી અને નાયબ સીએમ નીતિન પટેલ (Nitin Patel)ના હિન્દૂની વસ્તી મામલે ચર્ચા કરી હતી.

આઠ લાખથી ઓછી આવક ધરાવનારને અનામત આપવી જોઈએ

મંત્રી આઠવલેએ સમગ્ર દેશની જાતી વ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું કે, અમે બધાને ન્યાય મળે તે પ્રમાણે કામગીરી કરી રહ્યા છે. સમગ્ર દેશમાં 1 લાખ ઈન્ટર કાસ્ટ મેરેજ તઈ રહ્યા છે. કેટલાક લોકોને દલિત સારા કપડા પહેરે કે, ઘોડા પર બેસે તો સારી નથી લાગતું. હાલમાં દેશમાં હાથથી ગટર સફાઈ કરતા કર્મીઓ 60 હજારથી વધુ છે. તેમને આ પ્રકારે કામ ન કરવું પડે તે માટે યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે અનામત મામલે વાત કરતા કહ્યું કે, ગુજરાતના પાટીદારો, મહારાષ્ટ્રના મરાઠા અને હરિયાણાના રાજપૂતોને અલગ ક્વોટા બનાવીને અનામત મળવી જોઈએ. તેમનો ઓબીસીમાં સમાવેશ થઈ શકે નહીં. પરંતુ અમારી પહેલાથી માંગ રહી છે કે, મહારાષ્ટ્ના મરાઠા, ગુજરાતના પાટીદાર, આ સિવાય જેમની 8 લાખથી ઓછી આવક ધરાવનારને અનામત આપવી જોઈએ.

વન ફેમેલી વન ચાઈલ્ડનો અમારી પાર્ટી પ્રસ્તાવ મુકશે

આઠવલેએ કહ્યું કે, દેશમાં વધતી વસ્તી ચિંતાનું કારણ છે, જેથી અમારી પાર્ટી સરકાર સમક્ષ વન ફેમેલી વન ચાઈલ્ડનો પ્રસ્તાવ મુકશે. દેશમાં વધતી વસ્તી પર કાબુ મેળવવાની ખાસ જરૂર છે. તેમણે કહ્યું કે, વધતી મોંઘવારી અને દેશના વિકાસ માટે દેશમાં દરેક સમાજ માટે વન ફેમેલી વન ચાઈલ્ડનો કાયદો લાવવો જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, પહેલા પરિવાર નિયોજન માટે 'હમ દો, હમારે દો'નો નારો હતો, હવે 'હમ દો, હમારે એક'નો નારો હવે જરૂરી છે. દેશમાં આ પ્રકારનો કાયદો આવે તે માટે અમે કોશિસ કરીશું.

નાયબ સીએમ નીતિન પટેલના હિન્દૂની વસ્તી મામલે અઠાવલેએ શું કહ્યું?મંત્રી રામદાસ આઠવલેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હિન્દુ વસ્તીવાળા પ્રશ્ન પર આઠવલેએ જણાવ્યું કે, નીતિન પટેલ અમારા સારા મિત્ર છે. દેશમાં હિંદુઓની વસ્તી વધુ છે. મને લાગે છે આમાં વિવાદાસ્પદ નિવેદન નથી. ધર્માંતરણ જબરસ્તી કરાવી શકાય નહીં. હિન્દુઓની સંખ્યા ઓછી થવાનો વિષય નથી. મુસ્લિમની વસ્તી પણ નિયંત્રણમાં છે, આટલા વર્ષોમાં વસ્તી વધી નથી. તેમણે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું, સિદ્ધાર્થ ખૂબ સારા અભિનેતા હતા, 2013 માં બિગ બોસનો એવોર્ડ જીત્યો હતો. 40 વર્ષેની ઉંમરે એટેક આવ્યો એ ખૂબ દુઃખની વાત છે. હું રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા અને મોદી સરકાર તરફથી શ્રદ્ધાંજલિ આપું છું.

નરેન્દ્ર મોદી સરકારે 7 વર્ષેમાં અનેક મહત્વના કામ કર્યા

તેમણે ઉમેર્યું કે, મોદી સરકાર માં 100 ટકા નાણાં લાભાર્થીઓ ને પોહચડવાનું સ્વપ્ન છે. ખાનગી કરણની શરૂવાત કોંગ્રેસે કરી હતી પરંતુ, હવે કોંગ્રેસ તે મામલે રાજનીતિ કરે છે. દેશમાં રસીકરણ નું કામ ખુબ સારું થયું છે હું પણ મોદી સરકાર નો આભાર માનું છું. જનધન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધામંત્રી ઉજવલા યોજના, પ્રધામંત્રી આવાસ યોજના, આયુષમાન ભારત યોજનાના લાભ તમામ વર્ગોને મળ્યો છે. બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો સારો વિકાસ થયો છે. નરેન્દ્ર મોદી વિચારીને કામ કરે છે, રાહુલ ગાંધી અને મોદીની તુલનાના થઇ શકે. મોદી સરકાર મિલકતો વેચવા નું કામ કરે છે તે બોલવું યોગ્ય નથી. રાજીવ ગાંધીના પંદર પૈસા જનતા સુધી પહોંચતા હતા, આજે જનતા પાસે પુરા પૈસા પહોંચે છે.

આ પણ વાંચોમહીસાગર : લુણાવાડામાં મહિલાના માથા પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું, વિચલીત - Live Accident CCTV VIDEO

2024માં એનડીએનું 400થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ

રામદાસ આઠવલેએ આગામી 2024માં યોજાનાર લોકસભા ચૂંટણી મામલે જણાવ્યું કે, 2024માં નરેન્દ્ર મોદીના નેતુત્વમાં બીજેપી 350 અને એનડીએ 400 થી વધુ સીટો જીતવાનું પ્લાનિંગ છે. આવનારા ચાર રાજ્યોની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી એ ભાજપ સાથે ગઢબંધ કરી ચૂંટણી લડશે. ગુજરાતમાં થનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ અમારી પાર્ટી ભાજપને સમર્થન આપશે.
Published by: kiran mehta
First published: September 4, 2021, 8:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading