વડોદરાઃ ચાલુ ટ્રેનમાં લૂંટ કરતી ગેંગના ચાર સાગરીત ઝડપાયા, લૂંટનો ફિલ્મી પ્લાન સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ


Updated: July 1, 2021, 9:09 PM IST
વડોદરાઃ ચાલુ ટ્રેનમાં લૂંટ કરતી ગેંગના ચાર સાગરીત ઝડપાયા, લૂંટનો ફિલ્મી પ્લાન સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ
ટ્રેનમાં લૂંટ ચલાવતી ગેંગના પકડાયેલા ચાર આરોપી

Vadodara news: કાર વડે હરિયાણાથી નીકળી મેઈન હાઈવે તરફ રેલવે ટ્રેક હોય ત્યાં રેકી કરતા હતા અને ટ્રેનના સમય આવવાના સમય રાત્રીના 1થી 3 વચ્ચે સ્ટેશન ના આઉટર અને હોમ સિગ્નેલના ટ્રેકના પોઇન્ટ ઉપર સિગ્નેલના એક રૂપિયાનો સિક્કો મૂકી સિગ્નલ રેડ, ફેલ, ડેનજરમાં કરી અને એંગલ લોક બંધ કરી ટ્રેન રોકાઈ જતા હતા.

  • Share this:
વડોદરાઃ વડોદરા રેલવે lcb (Bharuch railway LCB) અને ભરૂચ રેલવે પોલીસ (Bharuch railway police) એક મોટી સફળતા હાથ લાગી છે. ચાલુ ટ્રેનમાં લૂંટ ચલાવતી ગેંગના ચાર સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા. આ સાથે પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ ટ્રેનમાં લૂંટ કરવા માટે સિગ્નલ ફેઈલ અથવા તો એંગલ લોક કરીને ચઢી જતા હતા. અને લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા હતા.

મળતી માહિતી પ્રમાણે ચાલુ ટ્રેનમાં લૂંટની (Loots in train) ઘટના વધી ગઈ હતી. અને જે મામલે વડોદરા રેલવે lcb અને ભરૂચ રેલવે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી હતી અને જેના આધારે પીઆઈ ઉત્સવ બારોટ અને psi એફ.એ.પારધી સહિત અન્ય પોલીસ ની એક ટીમ બની હતી.

બાતમીના અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટીમ હરિયાણા ગઈ હતી અને 2 દિવસ ત્યાં રોકાઈને ટોહા ગેંગના 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની પાસેથી 13 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

મળતી માહિતી પ્રમાણે આરોપીઓને ખ્યાલ ન આવી જાય કે પોલીસ છે જેથી પોલીસે ત્યાંની વેશ ભુશા ધારણ કરીને 2 દિવસ સુધી રેકી કરી તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ભેગા મળી પેહલા લૂંટ કરવાની તારીખ નક્કી કરતા હતા.આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

ત્યાર બાદ કાર વડે હરિયાણાથી નીકળી મેઈન હાઈવે તરફ રેલવે ટ્રેક હોય ત્યાં રેકી કરતા હતા અને ટ્રેનના સમય આવવાના સમય રાત્રીના 1થી 3 વચ્ચે સ્ટેશન ના આઉટર અને હોમ સિગ્નેલના ટ્રેકના પોઇન્ટ ઉપર સિગ્નેલના એક રૂપિયાનો સિક્કો મૂકી સિગ્નલ રેડ, ફેલ, ડેનજરમાં કરી અને એંગલ લોક બંધ કરી ટ્રેન રોકાઈ જતા હતા.



તે લોકો ટ્રેનમાં ચઢીને લૂંટ કરી ફરાર થઈ જતા હતા. આ લોકો અત્યાર સુધીમાં કુલ 13 લૂંટના ગુનાઓની કબૂલાત કરી છે. આ ગેંગના 3 આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે. હાલ તો અલગ અલગ રાજ્યોના ગુનાઓના ભેદ ખુલ્યા છે.
Published by: ankit patel
First published: July 1, 2021, 8:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading