અમદાવાદઃ 'ડોન... હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ...', જુહાપુરાનો ડોન ગણાતા અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ


Updated: January 22, 2021, 8:38 PM IST
અમદાવાદઃ 'ડોન... હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ...', જુહાપુરાનો ડોન ગણાતા અમીન મારવાડીનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ
વીડિયો પરની તસવીર

“અમીન મારવાડી, ડોન.. હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ…પઠાણ. હમારી ઇતની બટાલિયન હૈ કી ઇતિહાસ ગવાહ હૈ, કોઇ મુસલમાન કી બટાલિયન હૈ, હમારે સાત પુરખે દાદા-નાના સબ બેટરિમેન હૈ.”

  • Share this:
અમદાવાદઃ શહેરમાં હવામાં ફાયરિંગ કરવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થયો છે. વીડિયોમાં પોતાને જુહાપુરાનો ડોન (juhapura don) ગણાવતા અમીન મારવાડીનો વીડિયો વાયરલ (Amin marwadi video viral) થયો છે. જોકે, ગુરુવારે અમીન મારવાડીએ પોલીસ (police) ઉપર કાર ચડાવી દેવાનો પ્રયત્નો કર્યો હતો. વાયરલ થયેલો વીડિયો આ ઘટનાના એક દિવસ એટલે કે 20મી જાન્યુઆરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એક વ્યક્તિ કુર્તો અને માથે ટોપી પહેરીને બંદૂકથી હવામાં ફાયરિંગ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં દેખાઇ રહેલો વ્યક્તિ ખુદને જુહાપુરાનો ડોન ગણાવી રહ્યો છે. “અમીન મારવાડી, ડોન.. હે કોઇ દૂસરા, હમ ભી પઠાણ હૈ…પઠાણ. હમારી ઇતની બટાલિયન હૈ કી ઇતિહાસ ગવાહ હૈ, કોઇ મુસલમાન કી બટાલિયન હૈ, હમારે સાત પુરખે દાદા-નાના સબ બેટરિમેન હૈ.”

ઉલ્લેખનીય છે કે ગુરુવારે વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે લોખંડવાલા પાર્ટી પ્લોટ તરફથી જુહાપુરા રોડ પર એન્ડેવર કાર ચાલક તેની કારમાં હથિયાર સાથે નીકળવાનો છે. જેના આધારે પોલીસે વૉચ ગોઠવી હતી.

આ પણ વાંચોઃ-

બાતમીના આધારે પોલીસે કાર રોકતા તેણે કાર રોકી ન હતી. જે બાદમાં પોલીસકર્મીએ કારનો પીછો કરીને કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ-

આ બનાવમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સિદ્ધરાજસિંહ નામના પોલીસકર્મીને હાથ અને પગના ભાગે ઇજા પહોંચી છે. બાદમાં આરોપી સરખેજ તરફ ભાગી ગઈ ગયો હતો. પોલીસે વધુ ફોર્સની મદદ લઈને આરોપીને ઝડપી પાડયો હતો.આરોપીની કારની તલાસી લેતા તેમાંથી રિવોલ્વર, તલવાર, એક છરી, બે બેઝબોલ મળી આવ્યા છે. હાલ આ કેસમાં પોલીસે આરોપી અમિન મારવાડી ઇબ્રાહિમ નૂરખા જાટની ધરપકડ કરીને તેની સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
Published by: ankit patel
First published: January 22, 2021, 8:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading