'અમદાવાદ ઔર સુરત આર્મી કો સોંપને જા રહે હે', જાણો કોણે ફેલાવી ખોટી અફવા?


Updated: May 31, 2020, 7:44 AM IST
'અમદાવાદ ઔર સુરત આર્મી કો સોંપને જા રહે હે', જાણો કોણે ફેલાવી ખોટી અફવા?
સોશ્યિલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવા માટે , 'અબ સીટી આર્મી કો સોંપને જા રહે હે, કૃપયા સબ કુછ ઘરમેં સ્ટોક કર લો' તેવી પોસ્ટ કરી હતી.

સોશ્યિલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવા માટે , 'અબ સીટી આર્મી કો સોંપને જા રહે હે, કૃપયા સબ કુછ ઘરમેં સ્ટોક કર લો' તેવી પોસ્ટ કરી હતી.

  • Share this:
અમદાવાદ: 31મી મે ના રોજ લૉકડાઉન 4 પૂર્ણ થાય તે પહેલા સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજ ફરતા થયા હતા. જે મેસેજમાં હજુ કડક અમલવારી થશે તેવું દર્શાવતી તો કેટલાક મેસેજમાં છૂટછાટ મળે તેવી પોસ્ટ સોશ્યિસલ મીડિયા પર વહેતી થઈ હતી. લોકો ચિંતામાં ન મુકાય તે માટે પોલીસે એક જાહેરાત પણ કરી હતી કે આવી કોઈ જાહેરાત હજુ થઈ નથી અને આવી અફવા ફેલાવનાર સામે ગુનો નોંધાશે. સાયબર ક્રાઇમે આવો પહેલો ગુનો નોંધ્યો પણ છે. જેમાં કોઈ વ્યક્તિએ સોશ્યિલ મીડિયા પર ખોટી અફવા ફેલાવવા માટે , 'અબ સીટી આર્મી કો સોંપને જા રહે હે, કૃપયા સબ કુછ ઘરમેં સ્ટોક કર લો' તેવી પોસ્ટ કરી હતી.

સાયબર ક્રાઇમમાં વાયરલેસ પીઆઇ તરીકે ત્રણેક માસથી આર.એસ.પોરવાલ ફરજ બજાવે છે. કોરોના મહામારી ને લઈને જાતભાતની વાતો સોશિયલ મીડિયા પર ચાલતી રહેતી હોય છે.  તેમાંય લોકડાઉન 4 પૂર્ણ થાય તે પહેલા અનેક પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી. જેથી સાયબર ક્રાઇમ અને અમદાવાદ તથા ગુજરાત પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની પોસ્ટ પણ મુકાઈ હતી. સાયબર ક્રાઇમની સોશ્યિલ મીડિયા મોનીટરીંગ સેલ આ બાબતે વોચ રાખી રહી હતી. તેવામાં સંપૂર્ણ અમદાવાદ અને સુરત રવિવારથી 14 દિવસ માટે સૈન્ય લૉકડાઉન જેવી અફવા ફેલાઈ હતી.તેવામાં ફેસબુક પર Gulam Husen Kaldar નામની પ્રોફાઈલ પર હિન્દી ભાષામાં એક પોસ્ટ સાયબર ક્રાઇમની ટીમના ધ્યાને આવી હતી. જેમાં અભી પ્રાપ્ત જાનકારી મથાળા હેઠળ "સંપૂર્ણ અમદાવાદ ઔર સુરત રવિવાર સે 14 દીનો કે લિયે સૈન્ય લૉકડાઉન કે તહત હોને કી સંભાવના હે, ઇસ લિયે કૃપયા સબ કુછ સ્ટોક કરે, સબ્જી અનાજ કિરાના...સીટી આર્મી કો સોંપને જા રહે હે, હો સકતા હે કિ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરે. કેવલ દૂધ ઔર દવાઈ ઉપલબ્ધ હોગી. કૃપયા અપને અહમદાબાદ કે દોસ્તો કો સૂચિત કરે યદી કોઈ રહતા હે તો...ગુજરાત સરકાર કી બેઠક ચલ રહી હે ઔર કીસી ભી સમય અહમદાબાદ પૂર્ણત બંધ કી ઘોષણા કી જા સકતી હૈ" આ લખાણ ધરાવતી પોસ્ટ મળી આવી હતી.

 આ પણ વાંચો- CM રૂપાણી મહત્વનો નિર્ણયઃ પહેલી જૂનથી રાજ્યમાં ST બસો દોડશે, સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલી રહેશે

સરકારે આવી કોઈ જાહેરાત ન કરી હોવા છતાં આ ફેસબુક પ્રોફાઈલ ધારકે લોકોને ખોટી અને ભ્રામક પોસ્ટ મુકતા તેના ધારક સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 54 મુજબ ગુનો નોંધી આ એકાઉન્ટ ધારક પોસ્ટ મુકનારની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અગાઉ પણ લોકોને ચેતવણી અને અપીલ કરી હતી કે આ પ્રકારની કોઈ ખોટી પોસ્ટ વાયરલ ન કરે નહીં તો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.આ પણ જુઓ - 
Published by: Kaushal Pancholi
First published: May 31, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading