વેપારીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો- ગઠિયાઓએ Paytm પેમેન્ટ કર્યું, મેસેજ આવ્યો પણ ખાતામાં નાણાં ન આવ્યા


Updated: November 23, 2021, 7:41 AM IST
વેપારીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો- ગઠિયાઓએ Paytm પેમેન્ટ કર્યું, મેસેજ આવ્યો પણ ખાતામાં નાણાં ન આવ્યા
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime: શહેરનાં એક વેપારીને પણ આવો જ એક કડવો અનુભવ થયો છે. બે ગઠિયાઓ તેલના ડબ્બા લઈ Paytm મારફતે પેમેન્ટ કરી નીકળી ગયા. વેપારીનાં માણસ પર મેસેજ તો આવ્યો પણ બેન્ક એકાઉન્ટ તપાસતા નાણાં તેમાં ન આવ્યા હોવાથી તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
અમદાવાદ: હાલ મોટાભાગના વેપારીઓ ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. સાથે સાથે ગ્રાહકો પણ ખિસ્સામાંથી પર્સ કાઢી રૂપિયા ચૂકવવાના બદલે મોબાઈલ કાઢી QR કોડ સ્કેન કરી ફટટ લઈને પેમેન્ટ કરતા થઈ ગયા છે. અત્યારસુધી અનેક એવી ઘટના સામે આવી છે જેમાં પેટીએમ સહિતની અનેક એપ્લિકેશન કે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ સિક્યોર ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે શહેરનાં એક વેપારીને પણ આવો જ એક કડવો અનુભવ થયો છે. બે ગઠિયાઓ તેલના ડબ્બા લઈ Paytm મારફતે પેમેન્ટ કરી નીકળી ગયા. વેપારીનાં માણસ પર મેસેજ તો આવ્યો પણ બેન્ક એકાઉન્ટ તપાસતા નાણાં તેમાં ન આવ્યા હોવાથી તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.

રાણીપ ની મેઘનાથ સોસાયટીમાં રહેતા મુકેશ ભાઈ ગોહિલ દિલ્લી દરવાજા ખાતે ગાયત્રી કીરાણા ભંડાર નામની દુકાન ધરાવે છે. ગત 30મી સપ્ટેમ્બર ના રોજ તેઓ તેમના કારીગર સાથે દુકાનમાં હાજર હતા. ત્યારે બે વ્યક્તિઓ રીક્ષા લઈને તેઓની દુકાને આવ્યા હતા. બાદમાં 15 લિટરનાં બે તેલનાં ડબ્બા અને બે લીટર નાં તેલના ડબ્બા ખરીદ્યા હતા.

બાદમાં આ ગઠિયાઓએ રોકડ રકમ ન હોવાનું જણાવી પેટીએમ કરવાનું કહ્યું હતું. પણ મુકેશ ભાઈ પાસે પેટીએમની એપ્લિકેશન ન હોવાથી 6700 રૂ. તેમના કારીગરને પેટીએમ કરવાનું કહ્યું હતું. આ ગઠિયાઓએ પેટીએમ પેમેન્ટ કર્યું હોવાનો ડોળ કર્યો અને પાંચેક મિનિટમાં મુકેશભાઈનાં કારીગરનાં ફોન પર મેસેજ પણ આવી ગયો હતો. જોકે થોડી વાર બાદ બેન્ક એકાઉન્ટ તપાસતા તેમાં નાણાં જમા થયા નહોતા. જેથી મુકેશભાઈએ કોઈ ટેક્નિકલ ફોલ્ટ માની થોડા દિવસ રાહ જોઈ હતી. પણ છતાંય પેમેન્ટ ન મળતા તેઓએ આ મામલે માધવપુરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે કોઈ પણ વેપારી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્વીકારે અને તેઓને  મેસેજ મળે તે મેસેજ પર વિશ્વાસ ન કરવો જોઈએ. આ મેસેજ આવ્યા બાદ ખાતામાં પણ નાણાં આવ્યા છે કે નહીં તેની ખરાઈ કરવી જરૂરી છે. નહિ તો આ વેપારીની માફક લોકોએ પણ પસ્તાવવાનો વારો આવી શકે છે.
Published by: Margi Pandya
First published: November 23, 2021, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading