અમદાવાદઃ પઠાણી ઉઘરાણી સાથે બે બહેનોએ ઘરમાં કરી તોડફોડ, મહિલાનો આપઘાતનો પ્રયાસ


Updated: August 14, 2020, 12:30 PM IST
અમદાવાદઃ પઠાણી ઉઘરાણી સાથે બે બહેનોએ ઘરમાં કરી તોડફોડ, મહિલાનો આપઘાતનો પ્રયાસ
ફાઈલ તસવીર

મહિલાએ વ્યાજખોરો પાસેથી 10 ટકા વ્યાજે 80 હજાર રૂપિયા લીધા હતા ત્યારબાદ મહિલા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરવાનું શરું કર્યું હતું.

  • Share this:
અમદાવાદ: શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં બે બહેનો સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધાયો છે. એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતાં આ ત્રણેય લોકો સામે ગુનો નોંધાયો છે. આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાનો આક્ષેપ છે કે તેણે આ બંને બહેનો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને મૂડી ચૂકવી દીધી હતી તેમ છતાં તેની પાસે વ્યાજ વસૂલ કરવા માટે થઈ અને બન્ને બહેનો સહિત ત્રણ લોકોએ બબાલ કરી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી તેનાથી કંટાળીને આ મહિલાએ મચ્છર મારવાની દવા પી લેતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં વાડજ પોલીસને જાણ થતાં જ પોલીસે ત્રણેય લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

જુના વાડજમાં આવેલા જીવીબેન ના વાડા પાસે તુલસી નગર ના છાપરા રહેતા નયનાબેન વાઘેલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નયનાબેન એ સોનલ રાઠોડ, લીલાબેન પરમાર, હર્ષદ પરમાર નામના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નયનાબેન નો આક્ષેપ છે કે તેમની પાડોશમાં આ ત્રણેય લોકો રહે છે અને સોનલબેન તથા લીલાબેન વ્યાજે પૈસા આપવાનો ધંધો કરે છે.

નયનાબેન એ 3 વર્ષ પહેલા 80,000 રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. જેની સામે બે કોરા ચેકો માં બંને મહિલાઓએ સહીઓ પણ કરાવી લીધી હતી અને બાઇકના કાગળો પણ ગીરવે આપ્યા હતા. લીલાબેન પાસેથી 1,70,000 10 ટકા વ્યાજે લીધા હતા અને તેઓએ નયનાબેન પાસેથી ચાર ટકાનું લખાણ કરાવ્યું હતું. આ તમામ નાણાં ત્રણેક વર્ષ પહેલા તેઓએ લીધા હતા અને તેની સામે મૂડીના પૈસા આપી દીધા હતા છતાં વ્યાજની માગણી કરતી હતી.

આ પણ વાંચોઃ-વેટલિફ્ટરે ખોટી રીતે ઉઠાવ્યું 400 kg વજન, તૂટી ગયા બંને ઘૂંટણ, જુઓ video

આ પણ વાંચોઃ-અજબ પ્રેમની ગજબ કહાની! શરીર ઉપર આગ લગાડી ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ દિલધડક તસવીરો

આ પણ વાંચોઃ-યુવકનું મોટું પેટ બન્યું જીવન રક્ષક, કૂવામાં પડતા આવી રીતે બચાવ્યો જીવ, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Videoગત. ૧૧ મી ઓગસ્ટના રોજ લીલાબેન નો છોકરો હર્ષદ પરમાર ફરિયાદીના ઘરની બહાર આવ્યો હતો અને નયનાબેન ના પતિ સાથે બોલાચાલી કરી તકરાર કરી ધમકી આપી હતી કે પૈસા પાછા આપી દો. જોકે પૈસાની સગવડ ન હોવાનું જણાવી સગવડ થશે ત્યારે પૈસા પાછા આપશે તેવું જણાવતાં તે ગાળો બોલી ત્યાંથી જતો રહ્યો હતો. ફરી એક વખત સોનલબેન લીલાબેન આ ફરિયાદી નયના બેન ના ઘરે આવ્યા હતા અને વ્યાજની માગણી કરી હતી.

ત્યાર બાદ બોલાચાલી કરી ગડદાપાટુનો માર પણ માર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી જેથી મનમાં લાગી આવતાં નયનાબેન એ મચ્છર મારવાની દવા પી લીધી હતી અને ત્યારબાદ તેઓની તબીયત લથડતાં તેઓને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતાં વાડજ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by: ankit patel
First published: August 14, 2020, 12:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading