અમદાવાદ: પરિણીતાએ દીકરીને જન્મ આપતા નણંદે બાળકીને સોફા પર રાખવાની ના પાડી દીધી!

News18 Gujarati
Updated: July 30, 2021, 2:55 PM IST
અમદાવાદ: પરિણીતાએ દીકરીને જન્મ આપતા નણંદે બાળકીને સોફા પર રાખવાની ના પાડી દીધી!
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Ahmedabad News: સાસરિયા પક્ષના લોકો પરિણીતાને કહેતા કે, આપણા સમાજમાં બધા જ લોકો દારૂ પીવે છે, આ બાબત સહન કરી લેવી. અમારી ઊંઘ નહીં બગાડવાની.

  • Share this:
અમદાવાદ: સમાજમાં હજુ પણ દીકરીને જન્મ આપવો તેને પાપ ગણવામાં આવતું હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાને તેનો પતિ દારૂ પીને અવારનવાર ત્રાસ આપતો હતો. આ ઉપરાંત પરિણીતાના 150 તોલા સોનાના દાગીના સહિત અન્ય રોકડા રૂપિયા પણ પચાવી પાડ્યા છે. આટલું જ નહીં, પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો તો નણંદે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નણંદ ઘરના મોંઘા સોફા પફ બાળકીને રાખવા દેતા ન હતા!

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીના વર્ષ 2011માં લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી આશરે 150 તોલા સોનું તથા અન્ય ચીજવસ્તુઓ લઈને તેના સાસરે રહેવા ગઈ હતી. જ્યાં બે મહિના સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. બાદમાં તેના પતિને દારૂ પીવાની કુટેવ હોવાથી અવારનવાર દારૂ પીને ઘરે આવી, યુવતી સાથે બોલાચાલીને ઝઘડો કરતો હતો. એટલું જ નહીં તે યુવતીને માર પણ મારતો હતો. યુવતીએ પતિના ત્રાસ બાબતે સાસુ-સસરા અને નણંદને વાત કરી તો તે તમામ લોકોએ યુવતીના પતિનો પક્ષ લીધો હતો. સાસરિયા પક્ષના લોકો કહેતા કે, આપણા સમાજમાં બધા જ લોકો દારૂ પીવે છે, આ બાબત સહન કરી લેવી. અમારી ઊંઘ નહીં બગાડવાની.

આ પણ વાંચો: અમદાવાદ: ધરાર પ્રેમીની આવી હરકતોથી કંટાળીને પરિણીતાએ કરી લીધો આપઘાત

યુવતીને ગર્ભ રહી જતા તેણીને ઘરકામ કરવામાં તકલીફ પડતી હતી. આ વખતે યુવતીની સાસુ તથા નણંદે કામ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. બંને પરિણીતાને આખા ઘરમાં બે વખત પોતું મરાવી ત્રાસ આપતા હતા. યુવતીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે યુવતીની નણંદે નાની બાળકીને સોફા ઉપર બેસાડવી નહીં તેવું કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. નણંદ કહેતી કે દીકરીને ગોદડી પાથરી નીચે જે સુવડાવવી અને રૂમમાં જ રાખવી.

આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડની પસંદગી કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
આ પણ વાંચો: સુરતમાં ચોરીનો અજીબ બનાવ CCTVમાં કેદ, ગઠિયા નવી જ યુક્તિ અજમાવી હીરા દલાલનું ખિસ્સું સાફ કરી ગયા

સાસરિયાઓ પરિણીતાને દીકરી માટે અલગથી ખીચડી પણ બનાવવા દેતા ન હતા. આ ઉપરાંત યુવતીના 150 તોલા સોનાના દાગીના સહિતની મતા તેના પતિએ લોકરમાં મૂકાવી પચાવી પાડી હતી. આટલું જ નહીં, યુવતીના દાદા અને નાનાએ દીકરી માટે જમીન લેવા 67 લાખ રૂપિયા આપ્યા હતા. જે પૈસા પચાવવાની શરૂઆત કરી દીધી હતી. એક દિવસ પરિણીતાના પતિએ તેની દીકરીને છૂટ્ટો ફોન મારતા યુવતી કંટાળીને પોતાના પિયરમાં આવી ગઈ હતી. આ મામલે યુવતીએ સાસરિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 30, 2021, 2:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading