'મેરી જાન દરવાજો ખોલ, મને તારા જ વિચાર આવે છે,' નરાધમે પરોઢીયે મહિલાના ઘરનો દરવાજો ખખડાવ્યો


Updated: September 18, 2020, 10:36 AM IST
'મેરી જાન દરવાજો ખોલ, મને તારા જ વિચાર આવે છે,' નરાધમે પરોઢીયે મહિલાના ઘરનો દરવાજો ખખડાવ્યો
પ્રતિકાત્મક તસવીર

ગુરુવારે વહેલી સવારે મહિલા તેના ઘરે ઊંઘી રહી હતી તે દરમિયાન પોણા પાંચ વાગે ડોર બેલ રણક્યો હતો.

  • Share this:
અમદાવાદ: "મને તારા વગર ઊંઘ નથી આવતી, મારી જાન દરવાજો ખોલ, મને તારા જ વિચાર આવે છે, જાન બસ એકવાર, જાન બસ એકવાર દરવાજો ખોલ..." અમદાવાદ શહેરના જુહાપુરામાં પરોઢીયે પોણા પાંચ વાગ્યે મહિલાના ઘરે બેલ મારી મહિલાને જગાડીને નરાધમે શાબ્દિક છેડછડ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station)માં એક મહિલાએ ફરિયાદ આપી છે કે તેણી તેના દીકરા સાથે રહે છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં તેમની સામે રહેતા અબ્બાસભાઈનું મકાન વેચવાનું હોવાથી આ બાબતે તેમના પુત્ર મોહમ્મદ સલીમ સાથે મકાનની લેવડદેવડ અંગે વાતચીત કરી હતી. આ માટે તેઓને સાડા પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, મકાન ન આપતા તે અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો:  મુદ્દામાલમાં જમા લીધેલી કાર લઈને ફરતા PSIના પત્ની ઝડપાયા

ગુરુવારે વહેલી સવારે મહિલા તેના ઘરે ઊંઘી રહી હતી તે દરમિયાન પોણા પાંચ વાગે ડોર બેલ રણક્યો હતો. એટલે મહિલાએ રસોડાની બારીમાંથી જોતા મોહમ્મદ સલીમ બારી પાસે ઊભો હતો. આ વખતે સલિમ મહિલાને કહેવા લાગ્યો કે મારે તારી સાથે બે મિનિટ વાત કરવી છે. તું ધરનો દરવાજો ખોલ. મહિલાએ દરવાજો ખોલવાની ના કહેતા આરોપી કહેવા લાગ્યો હતો કે, "મને તારા વગર નીંદ નથી આવતી. મારી જાન દરવાજો ખોલ, મને તારા જ વિચાર આવે છે, જાન બસ એકવાર જાન બસ એકવાર દરવાજો ખોલ."

આ પણ વાંચો: બે લાખની કિંમતના ચરસના જથ્થા સાથે એન્જિનિયર ઝડપાયો

આ મામલે  મહિલાએ પોલીસને બોલાવવાની વાત કરતા જ આરોપી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: September 18, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading