અમદાવાદ : યુવાનને વાહનની અડફેટે ઘાયલ થયેલા શ્વાનની સેવા 22 હજાર રૂપિયામાં પડી


Updated: July 17, 2020, 11:38 AM IST
અમદાવાદ : યુવાનને વાહનની અડફેટે ઘાયલ થયેલા શ્વાનની સેવા 22 હજાર રૂપિયામાં પડી
પ્રતિકાત્મક તસવીર

યુવાને શ્વાનની સારવાર માટે ગૂગલ પરથી નંબર સર્ચ કરીને એનિમલ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો.

  • Share this:
અમદાવાદ : લૉકડાઉન (Lockdown) દરમિયાન સાઇબર ક્રાઇમ (Cyber Crime)કરતા ગઠિયાઓને જાણે કે ઘી કેળા થઈ ગયા હોય તેમ એક પછી એક બનાવો સામે આવ્યા છે. હવે જ્યારે અનલૉક (Unlock) થયું છે છતાં પણ સાઇબર ક્રાઇમના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એનિમલ હેલ્પલાઇન (Animal Helpline)માં ફોન કરતા છેતરપિંડી (Fraud) થઈ હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.

શહેરના માધુપુરા વિસ્તારમાં રહેતા વિકાસ પ્રજાપતિ નામનો યુવાન તેના ઘરે હાજર હતો તે દરમિયાન તેના ઘરની બહાર કોઈ વાહનચાલકે શ્વાનને અડફેટે લીધો હતો. જેથી શ્વાનને ઈજા પહોંચી હતી. શ્વાનને તરફડીયા મારતો જોઈને વિકાસે ગૂગલ પર સર્ચ કરીને એનિમલ હેલ્પ લાઈનનો નંબર મેળવીને તેના ફોન કર્યો હતો. સામેથી જણાવવામાં આવ્યું હતું કે તેમને 10 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

વીડિયો જુઓ : ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં ભરાયા પાણી


જેના માટે ફરિયાદીને એક લિંક આપતા ફરિયાદીએ તેમાં તેમની વિગતો ભરી હતી. વિગતો ભરતા જે ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી પહેલા રૂપિયા 5 હજાર ત્યારબાદ રૂપિયા 17 હજારનું ટ્રાન્જેક્શન થયું હતું. જોકે, ફરિયાદીએ આરોપીના મોબાઈલ પર ફોન કરતા જાણવા મળ્યું હતું કે તેની ભૂલ થઈ ગઈ છે. પછી આરોપીએ ફોન સ્વિચ ઑફ કરી દેતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 17, 2020, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading