છોટાઉદેપુર : યુવક-યુવતીને થાંભલે બાંધી ક્રૂરતાથી માર્યા - જુઓ Video, દયા દેખાડનારને પણ પડ્યા ધોકા

News18 Gujarati
Updated: June 16, 2021, 10:55 PM IST
છોટાઉદેપુર : યુવક-યુવતીને થાંભલે બાંધી ક્રૂરતાથી માર્યા - જુઓ Video, દયા દેખાડનારને પણ પડ્યા ધોકા
છોટાઉદેપુરમાં પ્રેમી પંખીડાને તાલીબાની સજા (ફોટો -વાયરલ વીડિયો)

એકજ ગામમાં આડોશ પાડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા. જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવાર જનોએ શોધી કાઢયા

  • Share this:
સેહજબ ખત્રી, છોટાઉદેપુર : જિલ્લામાં આદિવાસી પંથકમાં રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં એક પ્રેમી યુગલને દીકરીના પરિવાર જનો દ્વારા વીજળીના થાંભલે બાંધી માર મારતો વીડિઓ સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાયરલ થયો હતો. આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ થયેલ વીડિઓ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં એકજ ગામમાં આડોશ પાડોશમા રહેતા છોકરા છોકરી એક બીજાના પ્રેમમાં હતા. જે બે દિવસ પૂર્વે ઘરેથી જંગલમાં નાસી ગયા હતા. જેઓને યુવતીના પરિવાર જનોએ શોધી કાઢયા હતા. અને પ્રેમી યુગલને વીજળીના થાંભલે બાંધી તાલિબાની સજા ફટકારી હતી. ન્યૂઝ18 ગુજરાતી આ પ્રકારની વાયોલન્સની નીંદા કરે છે.

યુવતીના કાકાએ યુવાનને વિજપોલ સાથે બાંધી દીધો હતો, અને લાકડીથી ઘા માર્યા હતા, અને દીકરીને પણ બે રેહમી પૂર્વક માર મારતો વિડિઓ વાયરલ થયો હતો. 15 જૂનના રોજ આ ઘટના બની હોય જે ઝડપથી વાયરલ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.તમને જણાવી દઈએ કે, આદિવાસી પથંકમાં લગ્ન પહેલા કોઈ પ્રેમમાં પડવાની ભૂલ કરે તો આવી તાલિબાની સજાઓ અપાય છે આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ કોઈ દંડની રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો બે જૂથ વચ્ચે અથડામણો પણ થતી હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ પણ આવા કિસ્સા સામે આવી ચુક્યા છે.

આ પણ વાંચોગર્લફ્રેન્ડ સાથે ફ્લેટમાં મસ્તી કરી રહ્યો હતો પ્રેમી! અચાનક પહોંચેલી પત્નીએ તમંચાથી કર્યું ફાયરિંગ, પછી જે થયું....

ઉલ્લેખનીય છે કે, અગાઉ છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગેલી સગીરાને ઢોર માર માર્યો હતો. 24 મે -2020 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. જે તેના પરિવારજનોને પસંદ નહીં પડતા સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો પણ વીડિયો વાઈરલ થયો હતો. સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી, જેને શોધી કાઢીને ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુનો માર મારતો વીડિયો બહાર આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

છોટાઉદેપુર તાલુકાના વિસ્તારમાં યુવાન યુવતીને માર મારતો વિડિઓ વાયરલ થવાની બનેલ ઘટના સંદર્ભે રંગપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે 21 મી સદીમાં પણ જૂની પરંપરાને લોકો વળગી રહે છે. અહીં સવાલ એ થાય છે કે, આઝાદીના 70 વર્ષ પછી પણ અંતરિયાળ વિસ્તારમાં જાગૃતા કેમ ના આવી?
Published by: kiran mehta
First published: June 16, 2021, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading